મેચની શરૂઆત પહેલા જ ન્યૂઝીલેન્ડ ટીમને લાગ્યો મોટો ઝાટકો...

Published: Jan 31, 2020, 12:16 IST | Mumbai Desk

કેન વિલિયમસનની ગેરહાજરીમાં કીવી ટીમની કમાન ફાસ્ટ બોલર ટિમ સાઉદીને સોંપવામાં આવી છે, જે ચોથી મેચમાં ભારત વિરુદ્ધ કેપ્ટનશિપ કરતો દેખાશે.

ભારત વિરુદ્ધ વેલિંગ્નના મેદાન પર થનારી 5 મેચની ટી20 સીરીઝની ચોથી મેચની બરાબર પહેલા ન્યૂઝીલેન્ડની ટીમને મોટો ઝાટકો લાગ્યો છે. કીવી ટીમના કેપ્ટન કેન વિલિયમસન ચોથી મેચ માટા ન્યૂઝીલેન્ડ ટીમમાંથી બહાર થઈ ગયો છે. કેન વિલિયમસનની ગેરહાજરીમાં કીવી ટીમની કમાન ફાસ્ટ બોલર ટિમ સાઉદીને સોંપવામાં આવી છે, જે ચોથી મેચમાં ભારત વિરુદ્ધ કેપ્ટનશિપ કરતો દેખાશે.

કીવી ટીમના નિયમિત કેપ્ટન વિલિયમસનના ડાબાં ખભામાં ઇજા થઈ છે, જેને કારણે તે ચોથી મેચમાં નહીં રમી શકે. ન્યૂઝીલેન્ડના ઑફિશિયલ ટ્વિટર હેન્ડ બ્લેકકેપ્સ પર આ વાતની માહિતી આપવામાં આવી છે કે કૅપ્ટન કેન વિલિયમસન આજે રાતે થનારી ચોથી ટી20 ઇન્ટરનેશનલ મેચમાંથી ડાબાં ખભામાં થયેલી ઇજાને કારણે બહાર થઈ ગયો છે.

કીવી ટીમ તરફથી આપવામાં આવેલા નિવેદન પ્રમાણે, ત્રીજી મેચમાં ડાઇવ મારતી વખતે કેન વિલિયમસનના ખભામાં ઇજા થઈ હતી. જો કે, કેન વિલિયમસન સીરીઝની પાંચમી અને છેલ્લી મેચમાં હાજર રહેશે, જ્યારે સાઉદી ચોથી મેચમાં ટીમની કેપ્ટનશિપ કરશે. નોંધનીય છે કે ન્યૂઝીલેન્ડની છેલ્લી ટી20 મેચમાં કેન વિલિયમસને જબરજસ્ત ઇનિંગ રમી હતી. જો કે, વિનિંગ શૉટ મારવાના ચક્કરમાં તે આઉટ થઈ ગયો હતો.

રાઇટ હેન્ડ બેટ્સમેન કેન વિલિયમસને હેમિલ્ટનમાં રમાયેલી ત્રીજી ટી20 મેચમાં 48 બૉલમાં 8 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 95 રન્સ બનાવ્યા હતા. તો સીરીઝની પહેલી મેચમાં પણ કેન વિલિયમસને ઝડપી અર્ધશતક કર્યું હતું. ઑકલેન્ડના મેદાન પર તેમણે 26 બોલમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગા લગાડીને 51 રન્સ બનાવ્યા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK