પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ બુધવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના નવા અધ્યક્ષના રૂપમાં કમાન સંભાળી. પૂર્વ કેપ્ટનના અધ્યક્ષ બનતા જ સૌથી પહેલા તો તેમને ભારતીય તેમના કોચ રવિ શાસ્ત્રીની સામે એક્શન લેવાની માંગ કરવામાં આવી છે. આ માંગણી બીજા કોઈએ નહીં પણ બોલીવુડ અભિનેતાએ કરી છે.
ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ખૂબ જ સારું પ્રદર્શન કરી રહી છે. ટીમ ઈન્ડિયાએ એક દિવસ પહેલા જ સાઉથ આફ્રિકા સામે દમદાર રમત બતાવતા તેને ક્લીન સ્વીપ કર્યું. ભારતે ત્રણ મેચની સીરિઝમાં 3-0થી જીત મેળવી, જેમાં છેલ્લા બે મુકાબલામાં તો ઈનિંગથી જીત મળી. ટીમની જીતમાં ખેલાડીઓનું જેટલું યોગદાન રહ્યું એટલું જ કેપ્ટન અને કોચની પ્લાનિંગનું રહ્યું.
બોલીવુડ અભિનેતા કમાલ ખાન ભારતીય કોચ અને કેપ્ટનથી નારાજ છે અને તેમને પદ પરથી હટાવવાની માંગ કરી રહ્યા છે. સૌરવ ગાંગુલી અધ્યક્ષ બન્યા કે તરત તેમણે વિરાટ કોહલીને કેપ્ટન પદથી હટાવવાની માંગ કરી હતી. હવે તેમણે પદ સંભાળ્યા બાદ ગાંગુલી પાસે કોચ રવિ શસ્ત્રીને હટાવવાની માંગ કરી છે.
આ પણ જુઓઃ આ દિવાળી દેખાવું છે હટકે! તો ફૉલો કરો ગુજરાતી અભિનેત્રીઓના સ્ટાઈલ સ્ટેટમેન્ટને..
આ પહેલા કમાલ આર ખાને વિરાટ કોહલી માટે પણ ટ્વીટ કર્યું હતું. જેમાં તેમણે લખ્યું હતું કે, આમ તો મે ક્રિકેટ જોવું બહુ પહેલાથી જ બંધ કરી દીધું હતું કારણ કે હું ફિક્સ કરેલા મેચ જોવાનું પસંદ નથી કરતો. હવે મને આશા છે કે ઈમાનદાર ક્રિકેટર સૌરવ ગાંગુલી ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને તેના પદ પરથી હટાવશે. જે બાદ હું ફરી ક્રિકેટ જોવાનું શરૂ કરીશ.
વિજય મળ્યા બાદ હેડ કોચ રવિ શાસ્ત્રી બન્યો ભાવુક, કહ્યું...
20th January, 2021 10:27 ISTપહેલી ટેસ્ટની ૮ વિકેટથી હારનો બદલો લીધો બીજી ટેસ્ટ ૮ વિકેટે જીતીને
30th December, 2020 12:54 ISTશાસ્ત્રી હટાવો, દ્રવિડ લાવો
20th December, 2020 12:58 ISTરોહિતની ઈજાને મામલે રહેલો કમ્યુનિકેશન ગૅપ દુર્ભાગ્યપૂર્ણ
3rd December, 2020 14:24 IST