Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કૅલિસે ઝિમ્બાબ્વેને આઉટ કરી દીધું

કૅલિસે ઝિમ્બાબ્વેને આઉટ કરી દીધું

21 September, 2012 05:11 AM IST |

કૅલિસે ઝિમ્બાબ્વેને આઉટ કરી દીધું

કૅલિસે ઝિમ્બાબ્વેને આઉટ કરી દીધું




હમ્બનટોટા: ઝિમ્બાબ્વે ગઈ કાલે T20 વર્લ્ડ કપમાં સતત બીજી મૅચ હારી જતાં ટુર્નામેન્ટની બહાર થઈ ગયું હતું. સાઉથ આફ્રિકાએ એની સામે ૪૪ બૉલ બાકી રાખીને ૧૦ વિકેટે વિજય મેળવ્યો હતો. એક મેઇડન સાથે ૧૫ રનમાં ૪ વિકેટ લેનાર જૅક કૅલિસને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ મળ્યો હતો. 





ઝિમ્બાબ્વે ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૯૩ રન બનાવી શક્યું હતું. મૉર્ની મૉર્કલ બે વિકેટ લેનાર સાઉથ આફ્રિકાનો બીજો સફળ બોલર હતો. ડેલ સ્ટેને ૪ ઓવરમાં માત્ર ૯ રનના ખર્ચે એક વિકેટ લીધી હતી. સાઉથ આફ્રિકાએ ૧૨.૪ ઓવરમાં ૯૪ રન બનાવી લીધા હતા. રિચર્ડ લીવી (૫૦ નૉટઆઉટ, ૪૩ બૉલ, ૬ ફોર) અને હાશિમ અમલા (૩૨ રન નૉટઆઉટ, ૩૩ બૉલ, ૩ ફોર) વચ્ચેની ભાગીદારી પંચાવન મિનિટમાં મૅચવિનિંગ પુરવાર થઈ હતી.

સાઉથ આફ્રિકાની જીત સાથે એના ઉપરાંત શ્રીલંકાને આપોઆપ સુપર એઇટ્સમાં પ્રવેશવા મળી ગયું હતું.


Whatsapp-channel Whatsapp-channel

21 September, 2012 05:11 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK