યુવેન્ટ્સના પ્લેયર્સ કોરોના નેગેટિવ હોવાથી સાથે ટ્રેઇનિંગ કરશે
તસવીર સૌજન્ય: ટ્વીટર
ઇટાલિયન ફુટબૉલ ક્લબ યુવેન્ટ્સનું કહેવું છે કે અમારા દરેક પ્લેયર કોરોના નેગેટિવ આવ્યા હોવાથી આવનારા દિવસોમાં એ મોટા ગ્રુપ સાથે ટ્રેઇનિંગ લેશે. ક્લબે જાહેર કરેલા એક સ્ટેટમેન્ટ કહ્યું કે ‘ધી ઇટાલિયન ફુટબૉલ ફેડરેશન (એફઆઇજીસી)ના ફેડરલ મેડિકલ સાયન્ટિફિક કમિશનના જણાવ્યા પ્રમાણે અમારા દરેક પ્લેયરની કોરોના-ટેસ્ટ નેગેટિવ આયી છે. આવનારા દિવસોમાં અમે મોટા ગ્રુપમાં ટ્રેઇનિંગ શરૂ કરીશું.’
જોકે ત્યાં સુધી પ્લેયર નાના-નાના ગ્રુપમાં સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને પોતાની વ્યક્તિગત ટ્રેઇનિંગ ચાલુ રાખશે.