Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રોહિત જે પ્રમાણે પ્લેયરોને હંફાવે છે એ જોવું ઘણું ગમે છે : બટલર

રોહિત જે પ્રમાણે પ્લેયરોને હંફાવે છે એ જોવું ઘણું ગમે છે : બટલર

16 April, 2020 09:19 AM IST | London
Agencies

રોહિત જે પ્રમાણે પ્લેયરોને હંફાવે છે એ જોવું ઘણું ગમે છે : બટલર

જોસ બટલર

જોસ બટલર


રોહિત શર્માની ગેમથી ઇંગ્લૅન્ડ અને રાજસ્થાન રૉયલ્સ ટીમના વિકેટકીપર-બૅટ્સમૅન જોસ બટલર ખૂબ જ પ્રભાવિત થયો છે. ન્યુ ઝીલૅન્ડના સ્પિનર અને રાજસ્થાન રૉયલ્સના સાથી પ્લેયર ઇશ સોઢી સાથે વાત કરતાં બટલરે કહ્યું કે ‘મારા ખ્યાલથી રોહિત શર્મા એક અદ્ભુત પ્લેયર છે. અન્ય ભારતીય પ્લેયરોની જેમ તેની સ્ટાઇલ કાબિલે તારીફ અને એફર્ટલેસ છે. મેં એક વાત નોંધી છે કે રોહિત જ્યારે પણ મેદાનમાં જામી જાય પછી તે મોટો સ્કોર કરી શકે છે અને એ ગેમને પણ અસર કરે છે. છેલ્લા વર્લ્ડ કપમાં તેણે ૪-૫ સેન્ચુરી ફટકારી હતી. તેની પ્રકૃતિમાં જ એફર્ટલેસ રમવાનું છે જે બીજા પ્લેયરોને હંફાવવા તેને મદદ કરે છે. હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. પહેલાં ઇન્ડિયન પ્લેયર શૉર્ટ બૉલ નહોતા રમી શકતા, પણ હવે રોહિત શર્મા તેમની ધુલાઈ કરી નાખે છે. છેલ્લા લાંબા સમયથી તે ઘણું સારું રમી રહ્યો છે અને તેને રમતો જોવો તેમ જ બીજા પ્લેયરોને હંફાવતો જોવો ઘણો ગમે છે.’


Whatsapp-channel Whatsapp-channel

16 April, 2020 09:19 AM IST | London | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK