World Cup 2019 : બેયરસ્ટોએ રાહુલ ડ્રવિડનો 20 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો

London | Jul 04, 2019, 20:52 IST

વર્લ્ડ કપ 2019 માં એક પછી એક રેકોર્ડ નોંધાતા ગયા છે. ત્યારે ઇંગ્લેન્ડના જ યુવા ક્રિકેટરે વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ટીમના ઓપનર જોની બેયરસ્ટોએ વર્લ્ડ કપમાં 20 વર્ષ જુનો રેકોર્ડ તોડી દીધો હતો.

World Cup 2019 : બેયરસ્ટોએ રાહુલ ડ્રવિડનો 20 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો
ઇંગ્લેન્ડના ઓપનર જોની બેયરસ્ટો

London : ઇંગ્લેન્ડમાં ચાલી રહેલ વર્લ્ડ કપ 2019 માં એક પછી એક રેકોર્ડ નોંધાતા ગયા છે. ત્યારે ઇંગ્લેન્ડના જ યુવા ક્રિકેટરે વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ટીમના ઓપનર જોની બેયરસ્ટોએ વર્લ્ડ કપમાં 20 વર્ષ જુનો રેકોર્ડ તોડી દીધો હતો. જોની બેયરસ્ટોએ વિશ્વ કપમાં 462 રન બનાવતા એક ઈતિહાસ રચી દીધો છે. બુધવારે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચમાં બેયરસ્ટોએ સદી ફટકારી હતી.

જોની બેયરસ્ટો પોતાનો પહેલો વર્લ્ડ કપ રમી રહ્યો છે
મહત્વનું છે કે જોની બેયરસ્ટો પોતાનો પહેલો વર્લ્ડ કપ રમી રહ્યો છે. તેવામાં પોતાના પહેલા વર્લ્ડ કપમાં જોની બેયરસ્ટોએ 2 સદી સાથે 462 રન બનાવી લીધા છે. આ સાથે જોની બેયરસ્ટોએ રાહુલ દ્રવિડ દ્વારા વર્ષ 1999ના વિશ્વ કપમાં બનાવેલા 461 રનના પાછળ છોડી દીધા છે. ભારતીય ટીમની દીવાલ ગણાતા રાહુલ દ્રવિડે પણ બે સદીની સાથે પોતાના પર્દાપણ વિશ્વ કપમાં 461 રન બનાવ્યા હતા.

આ પણ જુઓ : મૅચ કરતા વધુ ચર્ચામાં રહી છે આ મહિલા એન્કર, જુઓ એનો ગ્લેમરસ અંદાજ

આ પહેલા રાહુલ ડ્રવિડના નામે આ રેકોર્ડ હતો
રાહુલ દ્રવિડ પહેલા કોઈ બેટ્સમેને આટલા રન પોતાના પર્દાપણ વર્લ્ડ કપમાં બનાવ્યા હતા અને ન તો તેના
20 વર્ષ બાદ સુધી આ રેકોર્ડની આસપાસ કોઈ બેટ્સમેન હતો. પરંતુ જોની બેયરસ્ટોએ આ રેકોર્ડ હવે પોતાના નામે કરી લીધો છે. તો ઈંગ્લેન્ડ માટે પોતાના પદાર્પણ વર્લ્ડ કપમાં જોની બેયરસ્ટો સૌથી વધુ રન બનાવનાર પ્રથમ ખેલાડી બની ગયો છે.

આ પણ જુઓ : વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે?

સચિને પોતાના પદાર્પણ વર્લ્ડ કપમાં 283 રન કર્યા હતા
ભારતીય ટીમ માટે
6 વર્લ્ડ કપ રમમનાર સચિન તેંડુલકરે પણ પોતાના પદાર્પણ વર્લડ કપમાં માત્ર 283 રન બનાવ્યા હતા. પરંતુ સચિન તે સમયે મિડલ ઓર્ડર બેટ્સમેન હતો. પરંતુ જોની બેયરસ્ટો અને દ્રવિડ ટોપ ઓર્ડરમાં રમતા આટલા રન બનાવ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK