જોગિન્દર શર્માને અકસ્માતમાં ગંભીર ઈજા

Published: 25th November, 2011 08:40 IST

નવી દિલ્હી : ૨૦૦૭ના T20 વર્લ્ડ કપની ફાઇનલની આખરી ઓવરમાં મિસબાહ-ઉલ-હકને આઉટ કરાવીને ભારતને ટ્રોફી અપાવનાર પેસબોલર જોગિન્દર શર્માને ગઈ કાલે સવારે નોઇડા નજીકના રોડ અકસ્માતમાં માથામાં અને શરીરના બીજા ભાગોમાં ગંભીર ઈજા થઈ હતી.

 

 

જોકે તેની હાલત સુધારા પર હતી. અકસ્માતમાં તેની સુઝુકી સ્વિફ્ટ કાર કૉલ સેન્ટરની ટૅક્સી સાથે અથડાઈ હતી. ૪ વન-ડે અને ૪ T20 મૅચ રમી ચૂકેલા જોગિન્દરનો થોડા દિવસ પહેલાં તેના કઝિન સાથે ઝઘડો થયો હતો જેમાં જોગિન્દરે તેની મારપીટ કરીને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું મનાય છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK