World Cup 2019 માં પહેલીવાર રમનાર જોફ્રા આર્ચરે રચ્યો ઇતિહાસ, તોડ્યો બોથમનો રેકોર્ડ

London | Jul 03, 2019, 23:57 IST

ઇંગ્લેન્ડમાં ચાલી રહેલ વર્લ્ડ કપ 2019માં એક પછી એક રેકોર્ડ નોંધાતા જાય છે. ત્યારે ન્યુઝીલેન્ડ સામેની મેચમાં ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરને શાનદાર બોલીંગ કરતા ઇતિહાસ રચી દીધો હતો અને એક વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

World Cup 2019 માં  પહેલીવાર રમનાર જોફ્રા આર્ચરે રચ્યો ઇતિહાસ, તોડ્યો બોથમનો રેકોર્ડ

London : ઇંગ્લેન્ડમાં ચાલી રહેલ વર્લ્ડ કપ 2019માં એક પછી એક રેકોર્ડ નોંધાતા જાય છે. ત્યારે ન્યુઝીલેન્ડ સામેની મેચમાં ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરને શાનદાર બોલીંગ કરતા ઇતિહાસ રચી દીધો હતો અને એક વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. આર્ચરે ઈંગ્લેન્ડ માટે તમામ લીગ મુકાબલામાં પોતાની સાતત્યતા જાળવી રાખી અને પોતાના પહેલા વિશ્વ કપમાં ઈંગ્લેન્ડ માટે એક નવો ઈતિહાસ રચી દીધો છે.

જોફ્રા આર્ચરે ઇયાન બોથમને પાછળ છોડી કર્યો કમાલ
જોફ્રા આર્ચરે પોતાના પહેલા વર્લ્ડ કપમાં દેખાડી દીધું કે તેનામાં કેટલી સંભાવનાઓ છે. તેણે ન માત્ર પોતાની ટીમ માટે વિકેટ ઝડપી પરંતુ વિરોધી બેટ્સમેનોને પણ આક્રમક રમતા રોક્યા હતા. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ લીગ મેચ દરમિયાન માર્ટિન ગુપ્ટિલને આઉટ કરતા એક શાનદાર રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. જોફ્રા હવે ઈંગ્લેન્ડ તરફથી વિશ્વ કપ ટૂર્નામેન્ટની એક સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. તેણે મહાન ખેલાડી ઇયાન બોથમને પાછળ છોડી દીધા છે. ઇયાન બોથમે 1992ના વિશ્વ કપમાં ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ વિકેટ ઝડપી હતી અને 27 વર્ષ બાદ જોફ્રાએ તેમનો રેકોર્ડ તોડી દીધો છે.

આ પણ જુઓ : વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે?

ઈંગ્લેન્ડ માટે એક વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર

17 જોફ્રા આર્ચર (2019)*
16 ઇયાન બોથમ (1992)
14 એન્ડ્રૂ ફ્લિન્ટોફ (2007)
13 વી માર્કસ (1983)
13 ઇ હેમિંગ્સ (1987)
13 માર્ક વુડ (2019)

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK