Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રૂટ કદાચ ઇંગ્લૅન્ડના બૅટિંગના‍ બધા જ રેકૉર્ડ તોડી નાખશે : હુસેન

રૂટ કદાચ ઇંગ્લૅન્ડના બૅટિંગના‍ બધા જ રેકૉર્ડ તોડી નાખશે : હુસેન

11 February, 2021 11:14 AM IST | Londo

રૂટ કદાચ ઇંગ્લૅન્ડના બૅટિંગના‍ બધા જ રેકૉર્ડ તોડી નાખશે : હુસેન

ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન નાસિર હુસેન

ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન નાસિર હુસેન


ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન નાસિર હુસેન છેલ્લી ત્રણ ટેસ્ટમાં બે ડબલ સેન્ચુરી ફટકારનાર જો રૂટ પર ઓળઘોળ થઈ ગયા છે અને તેમને લાગે છે કે ઇંગ્લૅન્ડના બૅટ્સમેનોએ બનાવેલા તમામ રેકૉર્ડ તે તોડી નાખશે.

એક કૉલમમાં હુસેને લખ્યું છે કે ‘રૂટ ઇંગ્લૅન્ડના મહાન ખેલાડીઓમાંનો એક છે. તે કદાચ ઇંગ્લૅન્ડના બૅટ્સમેનોએ બનાવેલા તમામ રેકૉર્ડ તોડી નાખશે. તે સર ઍલેસ્ટર કૂકના સૌથી વધુ ૧૬૧ ટેસ્ટ રમવાનો અને સૌથી વધુ રનને પાર કરી દેશે. તે અત્યારે શાનદાર લયમાં છે. તે હજી ૩૦ વર્ષનો જ છે અને મેં રમતા જોયેલા ઇંગ્લૅન્ડના બેસ્ટ બૅટ્સમેનોનું લિસ્ટ બનાવું તો એમાં કૂક, ગ્રેહામ ગૂચ અને કેવિન પીટરસન સાથે રૂટ જરૂર હશે. એ બાબતે કોઈ શંકા નથી કે સ્પિન બોલરોનો સામનો કરવાને મામલે તે ઇંગ્લૅન્ડનો બેસ્ટ ખેલાડી છે.’


Whatsapp-channel Whatsapp-channel

11 February, 2021 11:14 AM IST | Londo

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK