World Cup 2019 : ઓસ્ટ્રેલિયા સામે જો રૂટે રચ્યો ઇતિહાસ, આ બાબતમાં બન્યો પહેલો ખેલાડી

London | Jul 11, 2019, 21:58 IST

ટાઇટલ માટે ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટક્કર થશે. ત્યારે ઇંગ્લેન્ડના સ્ટાર ક્રિકેટર જો રૂટે વર્લ્ડ કપમાં ઇતિહાસ રચી દીધો છે. જેમાં તેણે અન્ય સ્ટાર ક્રિકેટરોને પણ પાછળ છોડી દીધા.

World Cup 2019 : ઓસ્ટ્રેલિયા સામે જો રૂટે રચ્યો ઇતિહાસ, આ બાબતમાં બન્યો પહેલો ખેલાડી
જો રૂટ

London : યજમાન દેશ ઇંગ્લેન્ડે શાનદાર પ્રદર્શન કરતા ઓસ્ટ્રેલિયાને 27 વર્ષ બાદ ફાઇનલમાં પહોંચ્યું. હવે ટાઇટલ માટે ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટક્કર થશે. ત્યારે ઇંગ્લેન્ડના સ્ટાર ક્રિકેટર જો રૂટે વર્લ્ડ કપમાં ઇતિહાસ રચી દીધો છે. જેમાં તેણે અન્ય સ્ટાર ક્રિકેટરોને પણ પાછળ છોડી દીધા.


ઇંગ્લેન્ડના સ્ટાર ક્રિકેટર જો રૂટે ઓસ્ટ્રેલિયા સામે એક વર્લ્ડ કપમાં સૌથી વધુ કેચ ઝડપવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવી લીધો છે. જો રૂટે અત્યાર સુધી વર્લ્ડ કપ 2019માં 12 કેચ ઝડપ્યા છે. જે એક ફીલ્ડર દ્વારા એક વર્લ્ડ કપમાં ઝડપવામાં આવેલા સૌથી વધુ કેચ છે. જો રૂટ પહેલા ઓસ્ટ્રેલિયન ટીમના પૂર્વ સુકાની રિકી પોન્ટિંગે વર્ષ 2003ના વર્લ્ડ કપમાં સૌથી વધુ કેચ લીધા હતા.

પેચ કમિન્સનો કેચ ઝડપીને જો રૂટે રચ્યો ઇતિહાસ
જો રૂટે વિશ્વ કપ 2019ની સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેન પેટ કમિન્સનો કેચ સ્લિપમાં લીધો હતો. આદિલ રાશિદના બોલ પર કમિન્સનો આ કેચ ઝડપતા જ રૂટે આ વિશ્વકપમાં 12 કેચ લેવાનો રેકોર્ડ બનાવી લીધો છે. આ પહેલા જો રૂટે બેટથી એક વિશ્વ કપમાં ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

આ પણ જુઓ : ક્રિકેટની ફૅન રાતોરાત બની ગઈ હતી ફૅમસ, જાણો કોણ છે?

એક વિશ્વ કપમાં સૌથી વધુ કેચ ઝડપનાર ખેલાડી

નામ           દેશ             કેચ     વર્લ્ડ કપ
જો રૂટ            ઇંગ્લેન્ડ           12      2019*
રીકિ પોન્ટિંગ    ઓસ્ટ્રેલિયા       11      2003
ડુ પ્લેસિસ        દ.આફ્રિકા        10      2019

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK