વર્લ્ડ કપ 2019માં 500 રન કરનાર જો રૂટ પહેલો ઇંગ્લિશ ક્રિકેટ બન્યો

London | Jul 03, 2019, 19:48 IST

ઇંગ્લેન્ડમાં ચાલી રહેલ વર્લ્ડ કપ 2019માં ન્યુઝીલેન્ડ સામેની મેચમાં ઇંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન જો રૂટે વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. વર્લ્ડ કપ 2019માં જો રૂટે 500 રનનો આંકડો પાર કરી લીધો છે.

જો રૂટ
જો રૂટ

London : ઇંગ્લેન્ડમાં ચાલી રહેલ વર્લ્ડ કપ 2019માં ન્યુઝીલેન્ડ સામેની મેચમાં ઇંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન જો રૂટે વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. વર્લ્ડ કપ 2019માં જો રૂટે 500 રનનો આંકડો પાર કરી લીધો છે. આ સાથે તે ક્રિકેટ વર્લ્ડ કપમાં 500 રનનો આંકડો પાર કરનારો ઈંગ્લેન્ડનો પહેલો બેટ્સમેન બની ગયો છે. જો રૂટ ટુર્નામેન્ટમાં 5મો બેટ્સમેન છે જેણે 500 કે તેથી વધુ રન બનાવ્યા છે. અત્યારે ટોચના સ્થાને ભારતીય બેટ્સમેન રોહિત શર્મા છે.

ઇંગ્લેન્ડનો પહેલો બેટ્સમેન
ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં જો રૂટ લયમાં જોવા મળી રહ્યો હતો. ત્યારે ટ્રેન્ટ બોલ્ટના એક બોલ તેના બેટનો કિનારો લઈને વિકેટકીપર ટોમ લાથમના હાથમાં પહોંચી ગયો હતો. રૂટ ગજબ ફોર્મમાં છે અને ટૂર્નામેન્ટમાં તેણે 2 સદી અને 3 અડધી સદી ફટકારી છે. આ વિશ્વકપ પહેલા કોઈપણ અંગ્રેજ બેટ્સમેનના એક વિશ્વકપમાં 471 રન હતા, જે ગ્રેહામ ગૂચે બનાવ્યા હતા.

વર્લ્ડ રેકોર્ડ 5 બેટ્સમેનોના 500 રન
વર્લ્ડ કપના ઇતિહાસમાં એવું પહેલીવાર બન્યું છે કે એક જ સિઝનમાં 5થી વધુ બેટ્સમેનોએ 500 કે તેથી વધુ રન કર્યા હોય. આ પહેલા 2007 માં 3 અને 2015 માં 2 બેટ્સમેનોએ આ આંકડાને પાર કર્યો હતો. જ્યારે 1996, 2003 અને 2011 માં એક એક બેટ્સમેન આ કરિશ્માઇ સ્કોર સુધી પહોંચ્યા હતા. આવો જાણીએ ક્યા બેટ્સમેનોએ હાલની ટૂર્નામેન્ટમાં 500 કે તેથી વધુનો સ્કોર કર્યો છે.

આ પણ જુઓ : મૅચ કરતા વધુ ચર્ચામાં રહી છે આ મહિલા એન્કર, જુઓ એનો ગ્લેમરસ અંદાજ

રોહિત શર્મા (ભારત) : 544 રન
શાકિબ અલ હસન (બાંગ્લાગેશ)- 542 રન
ડેવિડ વોર્નર (ઓસ્ટ્રેલિયા)- 516 રન
એરોન ફિન્ચ (ઓસ્ટ્રેલિયા)- 504 રન
જો રૂટ (ઈંગ્લેન્ડ)- 500 રન

આ પણ જુઓ : વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે?

સચિનના નામે છે વર્લ્ડ રેકોર્ડ
કોઈપણ એક વિશ્વ કપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની વાત કરીએ તો તે સચિન તેંડુલકર છે. તેણે 2003 વિશ્વ કપમાં 11 મેચોમાં 673 રન બનાવ્યા હતા. તે આજે પણ રેકોર્ડ છે, પરંતુ હાલની ટૂર્નામેન્ટમાં આ રેકોર્ડ તૂટી શકે છે. રોહિત શર્મા સહિત ઘણા બેટ્સમેનોના નિશાન પર સચિનનો આ વર્લ્ડ રેકોર્ડ છે. જોવાનું તે રહેશે કે ક્યો બેટ્સમેન આ રેકોર્ડને તોડી શકે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK