વિકેટ લેવા જસપ્રીત બુમરાહે વધારે અગ્રેસિવ થવાની જરૂર : ઝહીર ખાન

Published: Feb 14, 2020, 15:58 IST | Mumbai Desk

બુમરાહે વિકેટ લેવા માટે વધારે આક્રમક થવાની જરૂર છે.

ન્યુ ઝીલૅન્ડ સામેની વન-ડે સિરીઝમાં જસપ્રીત બુમરાહને એક પણ વિકેટ ન મળતાં ક્રિકેટજગતના અનુભવી ખેલાડીઓ તેને માટે સલાહસૂચન આપી રહ્યા છે. ઇન્ડિયાના ભૂતપૂર્વ બોલર ઝહીર ખાનનું કહેવું છે કે બુમરાહે વિકેટ લેવા માટે વધારે આક્રમક થવાની જરૂર છે.
આ સંદર્ભે વાત કરતાં ઝહીરે કહ્યું કે ‘છેલ્લાં કેટલાંક વર્ષોમાં બુમરાહે જે પ્રમાણે ઇમેજ બનાવી છે એ પ્રમાણે તેને પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. બુમરાહ આજે એવી પોઝિશનમાં છે કે તેની બોલિંગ જોઈને વિરોધી ટીમનો પ્લેયર વિચારતો હશે કે ભલે તમને ૩૫ રન મળે, પણ જ્યાં સુધી તમે તેને વિકેટ નથી આપતા ત્યાં સુધી તમે સેફ છો. બુમરાહે આ વાત સમજવી પડશે અને વધારે આક્રમક ગેમ રમવી પડશે. બૅટ્સમૅન તેને ડિફેન્ડ કરીને રમે એ વાત પણ તે જાણે છે, પણ બુમરાહે એમ ન કરતાં વિકેટ લેવા તરફ ધ્યાન આપવું જોઈશે.’

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK