Jasprit Bumrah આ સાઉથ ઈન્ડિયન એક્ટ્રેસને કરી રહ્યા છે ડેટ ? સામે આવી સચ્ચાઈ

મુંબઈ | Jul 08, 2019, 12:46 IST

ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપની સેમિફાઈનલમાં પહોંચી ચૂકી છે. હવે ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચવા માટે મંગળવારે ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. આ વર્લ્ડ કપ જસપ્રીત બુમરાહ માટે સારો રહ્યો છે.

ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપની સેમિફાઈનલમાં પહોંચી ચૂકી છે. હવે ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચવા માટે મંગળવારે ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. આ વર્લ્ડ કપ જસપ્રીત બુમરાહ માટે સારો રહ્યો છે. ભલે બુમરાહના નામે વિકેટ્સ ન હોય પરંતુ ટીમ ઈન્ડિયાની જીતમાં બુમરાહનો મોટો ફાળો રહ્યો છે. આ દરમિયાન જસપ્રીત બુમરાની લવ લાઈફ અંગે પણ ચર્ચા શરૂ થઈ છે. અહેવાલ એવા છે કે જસપ્રીત બુમરાન સાઉથ ઈન્ડિયન એક્ટ્રેસ અનુપમા પરમેસરનને ડેટ કરી રહ્યા છે. જો કે બુમરાહે આ અહેવાલને નકારી દીધી છે. હવે આ કેસમાં એક્ટ્રેસની પ્રતિક્રિયા પણ સામે આવી છે.

એક્ટ્રેસ અનુપમા પરમેસરને પણ આ પ્રકારના અહેવાલને માત્ર અફવા ગણાવ્યા છે. અનુપમાએ કહ્યું કે,'હું અને બુમરાહ માત્ર સારા મિત્રો છીએ. બંને એકબીજાને ડેટ નથી કરી રહ્યા.' ઉલ્લેખનીય છે કે વાતની શરૂઆત ત્યારે થઈ હતી, જ્યારે બંનેએ એકબીજાની પોસ્ટ પર કમેન્ટ કરી હતી. આ સાથે જ અનુપમાએ ટ્વિટર પર બુમરાહને ફોલો પણ કર્યું હતું. આ અહેવાલ બાદ જ બંને એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા શરૂ તઈ હતી. જો કે અનુપમાએ સ્પષ્ટતા કરી છે કે તે બુમરાહ સાથે રિલેશનશિપમાં નથી.

આ પણ વાંચોઃ ન્યુઝીલેન્ડ સામેની મેચમાં આંકડા ભારતના પક્ષમાં, માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રૈફર્ડમાં રમાશે મેચ

એક્ટ્રેસ રાશિ ખન્ના સાથે જોડાયું હતું નામ

અનુપમા પરમેસરન પહેલા પણ જસપ્રીત બુમરાહનું નામ સાઉથની એક્ટ્રેસ સાથે જોડાયું હતું. આ પહેલા જસપ્રીત બુમરાહનું નામ દક્ષિણની ફિલ્મોની એક્ટ્રેસ રાશિ ખન્ના સાતે જોડાયું હતું. જો કે રાશિએ પણ આ અહેવાલને ફગાવી દીધા હતા. રાશિ ખન્નાએ કહ્યું હતું કે બુમરાહ સારા ક્રિકેટર છે, અને પોતે બુમરાહ વિશે માત્ર આટલી જ વાત જાણે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK