Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બુમરાહનું ભાવુક ટ્વીટ : બે દિવસ પહેલા જ બહેન સાથે રક્ષાબંધન ઉજવી

બુમરાહનું ભાવુક ટ્વીટ : બે દિવસ પહેલા જ બહેન સાથે રક્ષાબંધન ઉજવી

13 August, 2019 09:30 PM IST | Ahmedabad

બુમરાહનું ભાવુક ટ્વીટ : બે દિવસ પહેલા જ બહેન સાથે રક્ષાબંધન ઉજવી

જસપ્રીત બુમરાહે બહેન જુહીકા સાથે રક્ષાબંધન તેહવાર ઉજવ્યો

જસપ્રીત બુમરાહે બહેન જુહીકા સાથે રક્ષાબંધન તેહવાર ઉજવ્યો


Ahmedabad : ભાઇ-બહેનનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે ત્યારે ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ગુજરાતી બોલર જસપ્રીત બુમરાહએ મંગળવારે બે દિવસ પહેલા જ બહેન સાથે રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો હતો. બુમરાહે ટ્વીટર પર બહેન સાથેનો રાખડી બંધાવતો ફોટો શેર કરીનને ભાવુક ટ્વીટ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટ સિરીઝ માટે તેને રવાના થવાનું છે.તેથી તેણે પોતાની બહેન જુહીકા પાસે રાખડી બંધાવી લીધી હતી.







બુમરાહે કર્યું ભાવુક ટ્વીટ
બુમરાહે બહેનની સાથે રક્ષાબંધનની બે તસવીરો ટ્વીટ કરતા પોતાના ફેન્સ સાથે આ જાણકારી શેર કરી હતી. બુમરાહે લખ્યું
, 'ટીમ ઈન્ડિયાની ડ્યૂટીનો મતલબ છે કે હું આ રક્ષાબંધન પર અહીં રહીશ નહીં પરંતુ જૂહીકા (બુમરાહની બહેન) હું આ તહેવારને ઉજવવાનું ચુકવા માગતો નથી. હંમેશા મારો સાથ આપવા માટે આભાર.' આ સાથે બુમરાહે બે હસ્તા ઇમોજી પણ બનાવ્યા છે.

આ પણ જુઓ : જસપ્રીત બુમરાહ:આ ફાસ્ટ બોલર છે બહેનનો લાડલો

વર્લ્ડ કપ બાદ બુમરાહને વિન્ડીઝના સીમિત ઓવરની સીરિઝમાં આરામ અપાયો હતો

ઉલ્લેખનીય છે કે ભારતના વર્લ્ડ કપ અભિયાન બાદ જસપ્રીત બુમરાહ અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર સીમિત ઓવરોની સિરીઝ દરમિયાન આરામ પર હતો. હવે બુમરાહ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 22 ઓગસ્ટથી શરૂ થઈ રહેલી બે ટેસ્ટ મેચોની સિરીઝ માટે ટીમ સાથે જોડાશે. સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ 22 ઓગસ્ટથી એન્ટીગુઆમાં રમાશે અને ત્યારબાદ બીજી અને અંતિમ ટેસ્ટ 30 ઓગસ્ટથી જમૈકામાં શરૂ થશે.


Whatsapp-channel Whatsapp-channel

13 August, 2019 09:30 PM IST | Ahmedabad

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK