Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ICCના રૅન્કિંગ્સના ટૉપ-ટેન પર જેસન રૉય અને જોની બેરસ્ટોની નજર

ICCના રૅન્કિંગ્સના ટૉપ-ટેન પર જેસન રૉય અને જોની બેરસ્ટોની નજર

29 July, 2020 03:54 PM IST | Dubai
Agencies

ICCના રૅન્કિંગ્સના ટૉપ-ટેન પર જેસન રૉય અને જોની બેરસ્ટોની નજર

જેસન રૉય

જેસન રૉય


ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલના રૅન્કિંગ્સના ટૉપ-ટેન પર ઇંગ્લૅન્ડના જેસન રૉય અને જોની બેરસ્ટોની નજર છે. ગુરુવારથી ઇંગ્લૅન્ડ અને આયરલૅન્ડ વચ્ચે ત્રણ મૅચની હોમ સિરીઝ શરૂ થવાની છે. આ મૅચ દ્વારા આઇસીસીની ક્રિકેટ વર્લ્ડ કપ સુપર લીગની શરૂઆત થવાની છે. આ લીગની ટૉપ સેવન ટીમની ઑટોમેટિક એન્ટ્રી ૨૦૨૩ના વર્લ્ડ કપમાં થઈ જશે. આઇસીસીના વન-ડે રૅન્કિંગ્સના લિસ્ટમાં ઓપનર જેસન રૉય ૧૧મા અને વિકેટકીપર-બૅટ્સમૅન જોની બેરસ્ટ્રો ૧૪મા ક્રમે છે. તેઓ બન્ને અત્યાર સુધીમાં તેમના પર્સનલ બેસ્ટ રૅન્કિંગ્સમાં નવમા ક્રમ સુધી પહોંચ્યા હતા. ગયા વર્ષે રૉય જુલાઈમાં નવમા ક્રમે હતો, જ્યારે બેરસ્ટ્રો ૨૦૧૮ના ઑક્ટોબરમાં નવમા ક્રમે હતો. આ સિરીઝ દ્વારા તેઓ ટૉપ-ટેન લિસ્ટમાં એન્ટ્રી મેળવી પોતાના બેસ્ટ રૅન્કિંગ્સ મેળવવા નજર દોડાવી રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

29 July, 2020 03:54 PM IST | Dubai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK