ઓલિમ્પિક 2020માં ગરમીની અસર ટાળવા માટે ટોક્યો સરકારે ખાસ તૈયારીઓ શરૂ કરી

Published: Jul 28, 2019, 17:00 IST | Japan

આવતા વર્ષે એટલે કે 2020માં જાપાનમાં યજાનાર ઓલિમ્પિક ગેમ્સની જાપાન સરકાર તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઓલિમ્પિક 2020 જાપાનમાં 24 જુલાઇથી શરૂ થશે અને 9 ઓગસ્ટના રોજ પુરી થશે. ત્યારે હાલમાં ગરમી ઘણી વધુ પડી રહી છે.

Japan : આવતા વર્ષે એટલે કે 2020માં જાપાનમાં યજાનાર ઓલિમ્પિક ગેમ્સની જાપાન સરકાર તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઓલિમ્પિક 2020 જાપાનમાં 24 જુલાઇથી શરૂ થશે અને 9 ઓગસ્ટના રોજ પુરી થશે. ત્યારે હાલમાં ગરમી ઘણી વધુ પડી રહી છે. જેથી ઓલિમ્પિકમાં ભાગ લેનાર એથલેટીક્સને ગરમીથી પરેશના ન થાય તે માટે ટોક્યો શહેરમાં કુલિંગની વ્યવસ્થા અત્યારથી જ શરૂ કરી દીધી છે. તો બીજી તરફ દર્શકો માટે પણ એસી ટેન્ટ અને પંખાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.જાપાનમાં ૫૬ વર્ષ બાદ ઓલિમ્પિક રમતોનું આયોજન થઈ રહ્યું છે. ૧૯૬૪માં ટોક્યોમાં પહેલીવાર આ રમતો યોજાઈ હતી.


જાપાનમાં જુલાઇમાં પડે છે ગરમી
યુરોપમાં અત્યારે રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે. જાપાનમાં પણ ગરમીનો કેર વર્તાઈ રહ્યો છે. એક વર્ષ પછી કેવી ગરમી પડશે એની ભવિષ્યવાણી કરવી અસંભવ છે પણ ગત થોડા વર્ષોના ટ્રેન્ડને જોતાં લાગી રહ્યું છે કે ભીષણ ગરમી આયોજકો, ખેલાડીઓ અને દર્શકોને પણ રડાવશે. ૨૦૧૮ના જુલાઈમાં જાપાનમાં ૩૦૦થી વધારે લોકો ગરમીના કારણે મૃત્યુ પામ્યા હતા. એ વર્ષે તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસ કરતાં વધારે થયું હતું. લૂ લાગવાથી ૫૪,૦૦૦ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં જેમાં ટોક્યોમાં ૪,૪૩૦ લોકોનો સમાવેશ હતો.

Olympic 2020
ગરમીથી બચવા કેવી છે કૂલિંગની તૈયારી?
ગરમીના કારણે એથ્લીટોને પરેશાની થાય નહીં એ માટે ટોક્યો પ્રશાસને અત્યારથી જ કામગીરી શરૂ કરી દીધી છે. શહેરમાં ૧૩૬ કિલોમીટરના રોડ પર સ્પેશિયલ કોટિંગ લગાડવામાં આવી છે જેથી તાપમાનમાં ઘટાડો કરી શકાય. વાતાવરણને ઠંડું બનાવવા માટે ૧૫૦ લોકોને વોલન્ટિયર્સ તરીકે ટ્રાયલ પર રાખવામાં આવ્યા છે. તેઓ શહેરને કૂલ રાખવાના પ્રયાસો કરે છે. ખેલાડીઓ માટે પંખા અને ભીના ટુવાલની વ્યવસ્થા કરાશે. સ્ટેડિયમો પાસે એસી ટેન્ટ, પંખા અને ફુવારા લગાવવામાં આવી રહ્યા છે. મફતમાં આઇસ ક્યૂબ વહેંચવામાં આવશે.આ પણ જુઓ : રવિન્દ્ર જાડેજાઃ 'સર'નો આવો છે રજવાડી અંદાજ

ઓલિમ્પિક સમયે એથ્લીટો થશે પરેશાન
ગરમી વધતાં એથ્લીટો પરેશાન થાય છે. તેઓ લાંબી રેસ દોડવામાં મુશ્કેલી અનુભવે છે. મેરેથોનમાં દોડનારા ખેલાડીઓ, ટ્રાયાથ્લોન, રેલ વોકિંગ અને સેઇલિંગ જેવી રમતોમાં એથ્લીટો પરેશાની અનુભવે છે. ઓલિમ્પિક રમતોમાં મહિલાઓની મેરેથોન ૨ ઓગસ્ટે અને પુરુષોની મેરેથોન ૯ ઓગસ્ટે છે. આ રમત વહેલી સવારે ૬ વાગ્યે અને પુરુષોની મેરેથોન સવારે ૫.૩૦ વાગ્યે શરૂ કરવાની ભલામણ કરવામાં આવી છે. સ્વાસ્થ્ય અધિકારીઓને ડર છે કે ભારે ગરમીમાં દોડતા એથ્લીટોની તંદુરસ્તી પર અસર પડી શકે છે. તેઓ મનમાન્યાં પરિણામ નહીં મેળવી શકે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK