મુંબઈ ઇન્ડિયન્સમાં મલિંગાની જગ્યા લીધી જૅમ્સ પૅટિન્સને

Published: Sep 03, 2020, 15:10 IST | IANS | Mumbai

આઇપીએલમાં સક્સેસફુલ બોલર લસિથ મલિંગાની જગ્યા મુંબઈ ઇન્ડિયન્સમાં હવે જૅમ્સ પૅટિન્સને લીધી છે.

મલિંગા
મલિંગા

આઇપીએલમાં સક્સેસફુલ બોલર લસિથ મલિંગાની જગ્યા મુંબઈ ઇન્ડિયન્સમાં હવે જૅમ્સ પૅટિન્સને લીધી છે. મલિંગાએ ગઈ કાલે જાહેર કર્યું હતું તે આ વર્ષે ૧૯ સપ્ટેમ્બરથી રમાનારી આઇપીએલ નથી રમી રહ્યો. આથી તેની જગ્યાએ રિપ્લેસમેન્ટ તરીકે જૅમ્સ પૅટિન્સનને પસંદ કરવામાં આવ્યો છે. મલિંગાને સપોર્ટ કરવાની સાથે પૅટિન્સનને વેલકમ કરતાં આકાશ અંબાણીએ કહ્યું હતું કે ‘ફાસ્ટ અટૅક માટે જૅમ્સ પૅટિન્સન અમારા માટે એકદમ પર્ફેક્ટ છે. એ પણ ખાસ કરીને યુએઈ જેવી કન્ડિશનમાં રમવા માટે. મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં એક પાયાનો સ્તંભ હોવાની સાથે જ લસિથ એક લેજન્ડ પણ છે. આ સીઝનમાં અમે તેની ગેમને મિસ કરશું, એમાં કોઈ બેમત નથી. આ સમયે લસિથ તેની ફૅમિલી સાથે શ્રીલંકામાં રહેવા માગે છે એ અમે સમજીએ છીએ. મુંબઈ ઇન્ડિયન્સની શરૂઆત ‘એક ફૅમિલી’ તરીકે થઈ હતી અને એથી જ અમે દરેક ખેલાડીની જરૂરિયાતને સમજીએ છીએ. અમે અમારી ‘એક ફૅમિલી’માં જૅમ્સને વેલકમ કરીએ છીએ.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK