સ્ટોક્સે અમ્પાયરને ઓવર-થ્રોના ચાર રન પાછા લઈ લેવા કહ્યું હતું : જૅમ્સ ઍન્ડરસન

Published: Jul 18, 2019, 12:54 IST | લંડન

૧૨મો વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ સંપન્ન થયો હોવા છતાં એની ફાઇનલ મૅચમાં થયેલી એક્સાઇટમેન્ટની વાતો અટકવાનું નામ નથી લઈ રહી.

બેન સ્ટૉક્સ-જૅમ્સ ઍન્ડરસન
બેન સ્ટૉક્સ-જૅમ્સ ઍન્ડરસન

૧૨મો વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ સંપન્ન થયો હોવા છતાં એની ફાઇનલ મૅચમાં થયેલી એક્સાઇટમેન્ટની વાતો અટકવાનું નામ નથી લઈ રહી. ઇંગ્લૅન્ડ વતી હાઇએસ્ટ ટેસ્ટ-વિકેટ લેનારા જૅમ્સ ઍન્ડરસનના કહેવા અનુસાર ફાઇનલ મૅચમાં ઓવર-થ્રોને કારણે ઇંગ્લૅન્ડને જે ૪ રન મળ્યા હતા એ પાછા લઈ લેવા બેન સ્ટોક્સે અમ્પાયરને રિકવેસ્ટ કરી હતી. જોકે કેટલાક aપાંચ જ રન આપવા જોઈતા હતા.

ઍન્ડરસને બીબીસીના ટેઇલએન્ડરર્સ બ્રૉડકાસ્ટને કહ્યું કે ‘ઓવર-થ્રો બાદ બૉલ જ્યારે સ્ટોક્સના બૅટને લાગીને બાઉન્ડરી લાઇન બહાર જતો રહ્યો હતો ત્યારે સ્ટોક્સે અમ્પયારને હાથ ઉઠાવીને માફી માગીને આ ૪ રન સ્કોરમાં ન જોડવાની અપીલ કરી હતી. નિયમાનુસાર, જો થ્રો દરમ્યાન બૉલ પ્લેયરને વાગીને બાઉન્ડરી લાઇનની બહાર જાય તો એના ચાર રન સ્કોરમાં ઍડ કરવામાં આવે છે, પણ સ્ટોક્સે અમ્પાયર પાસે જઈને આ ચાર રન પાછા લઈ લેવા અપીલ કરી હતી.’

આ પણ વાંચો : ધોનીની ફૅમિલી પણ ઇચ્છે કે તે હવે રિટાયર થઈ જાય: બાળપણના કોચ કેશવ બૅનરજી

ઇંગ્લૅન્ડ અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચેની ફાઇનલમાં સ્કોર ૨૪૧ રને લેવલ થતાં સુપરઓવર રમાડવામાં આવી હતી અને એ સુપરઓવર પણ ટાઈ થતાં બાઉન્ડરી કાઉન્ટને આધારે ઇંગ્લૅન્ડે પહેલી વખત વન-ડે વર્લ્ડ કપ જીત્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK