જેમ્સ ઍન્ડરસને તોડ્યો ગ્લેન મૅક્ગ્રાનો રેકોર્ડ ત્રીસમી વાર લીધી પાંચ વિકેટ

Published: 24th January, 2021 15:23 IST | Gujarati Mid-day Correspondent | Galle

આ પરાક્રમ કરનારા પ્લેયરોમાં એન્ડરસન વિશ્નનો છઠ્ઠો પ્લેયર બની ગયો છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ગૉલ ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં શ્રીલંકા અને ઇંગ્લૅન્ડ વચ્ચે ચાલી રહેલી બીજી ટેસ્ટ મૅચની પહેલી ઇનિંગમાં બીજા દિવસે ઇંગ્લૅન્ડના પેસ બોલર જેમ્સ ઍન્ડરસને દિગ્ગજ બોલર ગ્લેન મૅક્સવેલનો રેકોર્ડ તોડી દીધો હતો. ટેસ્ટ મૅચની એક ઇનિંગમાં પાંચ વિકેટનો પંજો રેકોર્ડ ૩૦મી વાર લઈને એન્ડરસને મૅક્સવેલનો રેકોર્ડ તોડી દીધો છે. આ પરાક્રમ કરનારા પ્લેયરોમાં એન્ડરસન વિશ્નનો છઠ્ઠો પ્લેયર બની ગયો છે. એન્ડરસને પોતાની બોલિંગમાં નિરોશન ડિકવેલા (૯૨), સુરંગા લકમલ (૦), ઍન્જેલો મૅથ્યુઝ (૧૧૦), કુસલ પરેરા (૬) અને લહિરુ થિરીમાને (૪૩)ને આઉટ કરવામાં સફળતા મેળવી હતી. ટેસ્ટ ક્રિકેટમાં હવે તેના નામે ૬૦૬ વિકેટ નોંધાઈ છે. પાંચ વિકેટનો પંજો લેનારા પ્લેયરોમાં શ્રીલંકન સ્પિનર મુરલીધરન પહેલા ક્રમે બનેલો છે. તેણે ૧૧૩ મૅચમાં ૬૭ વાર પાંચ વિકેટનો પંજો માર્યો હતો. આ યાદીમાં બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા ક્રમે અનુક્રમે શેન વૉર્ન (૩૭ વાર), રિચર્ડ હેડલ (૩૬), અનિલ કુંબલે (૩૫), રંગાના હેરાથ (૩૪) સ્થાન ધરાવે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK