સતત ચાર ટેસ્ટ હારતાં વિરાટ કોહલી ટીકાકારોના નિશાના પર આવી ગયો છે અને ટેસ્ટમાં કૅપ્ટસી છોડીને અજિંક્ય રહાણેને સોંપી દેવાની માગણી થઈ રહી છે. જોકે આવા સમયે તેનો સૌથી મોટો પ્રશંસક અને ઑલિમ્પિક ગોલ્ડ મૅડલિસ્ટ જમૈકાના દોડવીર યોહાન બ્લૅક તેના સપોર્ટમાં આવ્યો છે.
સોશ્યલ મીડિયા પર એક વિડિયો શૅર કર્યો હતો જેમાં વિરાટ વિશે તેણે કહ્યું હતું કે ‘મને તેના વિશે સૌથી વધુ એ પસંદ છે કે તે કોઈ દિવસ બીજાને દોષ નથી આપતો, પણ પોતે જ બધી ભૂલોની જવાબદારી લઈ લે છે. તેની કૅપ્ટસીની આ વાત મને સૌથી વધુ પસંદ છે.’
વધુમાં બ્લૅકે કહ્યું હતું કે ‘હવે એ જોવા ઉત્સુક છે કે પહેલી મૅચમાં હાર બાદ ટીમ ઇન્ડિયા કેવી રીતે કમબૅક કરે છે. આ ટેસ્ટ ક્રિકેટ અત્યારે બેસ્ટ લેવલ પર છે. ભારત પહેલાં ઑસ્ટ્રેલિયામાં ૦-૧થી પાછળ હતું, હવે ઘરઆંગણે ૦-૧થી પાછળ છે. મને ટેસ્ટ ક્રિકેટ પસંદ છે, કેમ કે એ માનસિક રીતે તમારી પરીક્ષા લે છે. બીજી ટેસ્ટને લઈને ખૂબ ઉત્સુક છું.’
ઇંગ્લૅન્ડ 205માં ઑલઆઉટ, ઇન્ડિયા એક વિકેટે 24 રન, અક્ષર-અશ્વિન ફરી ભારે પડ્યા
5th March, 2021 10:47 ISTપાકિસ્તાન સુપર લીગ પોસ્ટપોન, કોરોનાગ્રસ્તોની સંખ્યા 7 થતાં પીસીબીનો નિર્ણય
5th March, 2021 10:47 ISTહૅટ-ટ્રિક લેનાર ધનંજયની ઓવરમાં પોલાર્ડે ફટકારી 6 બૉલમાં 6 સિક્સર
5th March, 2021 10:47 ISTબે-અઢી કલાકની મહેનત પર પાણી ફરી વળતાં નરાજ થયો બેન સ્ટોક્સ
5th March, 2021 10:47 IST