Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > PKL 2019 : સુકાની દીપકની સુપર 10 રેડ, જયપુર ટીમે 33-25 થી જીત મેળવી

PKL 2019 : સુકાની દીપકની સુપર 10 રેડ, જયપુર ટીમે 33-25 થી જીત મેળવી

16 August, 2019 03:28 PM IST | Ahmedabad

PKL 2019 : સુકાની દીપકની સુપર 10 રેડ, જયપુર ટીમે 33-25 થી જીત મેળવી

જયપુર પિંક પેંથર્સ ટીમે મેળવી શાનદાર જીત (PC : PKL)

જયપુર પિંક પેંથર્સ ટીમે મેળવી શાનદાર જીત (PC : PKL)


Ahmedabad : Pro Kabaddi League 2019 માં અત્યારે અમદાવાદમાં રમાઇ રહી છે. ત્યારે ગુરૂવારે રમાયેલી મેચમાં સ્ટાર રેડર અને ટીમના સુકાની દીપક હુડ્ડાના દમ પર અભિષેક બચ્ચ્નની જયપુર પિંક પેંથર્સની ટીમે 33-25 થી પુણેરી પલ્ટન ટીમ પર શાનદાર જીત મેળવી હતી. સ્ટાર રેડર દીપક હુડ્ડાએ સુપર 10 રેડ લગાવી હતી. જેના દમ પર જયપુર ટીમ પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચ્યું ગયું છે.






મેચમાં જયપુરે શાનદાર શરૂઆત કરી હતી
ગુરૂવારે (15 ઓગસ્ટ)ના રોજ રમાયેલી આ મેચમાં જયપુરે મેચની ત્રીજી જ મિનિટમાં લીડ બનાવી લીધી હતી. પુણેની ટીમ મેચની 16મી મિનિટમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. આ સાથે જ જયપુરે 13-18થી લીડ બનાવી લીધી હતી. પહેલા હાફની સમાપ્તિ સુધી પુણે પાસે 6 પોઇન્ટની બઢત હતી. આ દરમિયાન મોટાભાગનો સમય નિતિન તોમર કોર્ટથી બહાર રહ્યા હતા.મેચના બીજા હાફમાં જયપુરે આ લીડને જાળવી રાખી હતી. 31મી મિનિટે પુણે ફરી એકવાર ઓલઆઉટ થઇ ગઇ હતી. જોકે મેચની અંતિમ પાંચ મિનિટમાં પુણેએ ઝડપથી પોઇન્ટ પ્રાપ્ત કર્યા, પરંતુ આ ટીમની જીત માટે પુરતા ન હતા.

આ પણ જુઓ : ધોનીનો ઑટોગ્રાફ લેવા માટે તેની પાછળ દોડતો આ 'ગુજરાતી' હવે આખી ટીમને રાખશે ફિટ

લીગમાં પોતાની 50મી રમનાર જયપુર ટીમના સંદીપ ધુલે 4 પોઇન્ટ મેળવ્યા
જયપુર માટે સુકાની દીપકના
10 પોઇન્ટ ઉપરાંત વિશાલે ચાર અને પીકેએલમાં પોતાની 50મી મેચ રમનાર સંદીપ ધૂલે ચાર પોઇન્ટ પ્રાપ્ત કર્યા. જયપુરે રેડ દ્વારા 16, ટેકલ વડે 13 અને ઓલઆઉટ દ્વારા ચાર પોઇન્ટ પ્રાપ્ત કર્યા. તો બીજી તરફ પુનેરી પલ્ટને રેડ દ્વારા 16, ટેકલ દ્વારા 8 અને એક એકસ્ટ્રા પોઇન્ટ પ્રાપ્ત કર્યા હતા. સ્કોરબોર્ડ પર નજર કરીએ તો જયપુરે 6 માંથી 5 મેચ ત્રણ મેચ જીતીને ત્રીજા, જ્યારે પુણે પલ્ટન 7 માંથી 5 મેચ હારીને 12મા સ્થાને છે.


Whatsapp-channel Whatsapp-channel

16 August, 2019 03:28 PM IST | Ahmedabad

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK