હાર બાદ જાડેજાને મનાવવું થયું હતું મુશ્કેલી, પત્નીએ કર્યો ખુલાસો

મુંબઈ | Jul 14, 2019, 14:29 IST

સેમીફાઈલમાં હાલ બાદ ભાવુક થયેલા જાડેજાને મનાવવું મુશ્કેલી થઈ ગયું હતું. રવિન્દ્રના પત્ની રિવાબાએ ખુલાસો કર્યો છે.

હાર બાદ જાડેજાને મનાવવું થયું હતું મુશ્કેલી, પત્નીએ કર્યો ખુલાસો
હાર બાદ જાડેજાને મનાવવાનું થયું હતું મુશ્કેલી, પત્નીએ કર્યો ખુલાસો

વર્લ્ડ કપ 2019માં ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં ન્યૂ ઝીલેન્ડથી હારીને બહાર થઈ ગઈ. આ મેચમાં ભારતીય બેટ્સમેનોએ ખૂબ સાધારણ પ્રદર્શન કર્યું ત્યારે રવિન્દ્ર જાડેજાએ આ મેચમાં શાનદાર રમત રમી હતી. જાડેજાએ આ મેચમાં શાનદાર 77 રનની ઈનિંગ રમી હતી, પરંતુ તેઓ ટીમ ઈન્ડિયાને જીત અપાવવામાં નિષ્ફળ રહ્યા. જાડેજા અને ધોનીની ભાગીદારીના કારણે ટીમ ઈન્ડિયા એક સમયે જીતની નજીક પહોંચી ગઈ હતી, પરંતુ જલ્દીથી રન બનાવવાના ચક્કરમાં જાડેજા આઉટ થઈ ગયો. જે બાદ આખી ટીમ ઑલ આઉટ થઈ ગઈ. એક સારા ઓલરાઉંડરની જેમ રમવા માટે જાડેજાની ખૂબ જ પ્રસંશા કરવામાં આવી હતી, પરંતુ તે ટીમને જીતાડી ન શક્યા તેથી તે ખરાબ રીતે તૂટી ગયા હતા. જેનો ખુલાસો જાડેજાના પત્ની રિવાબાએ કર્યો છે.

રિવાબા સોલંકીએ જણાવ્યું કે જાડેજા હાર બાદ ખૂબ જ રડ્યા હતા અને તેમને મનાવવાનું મુશ્કેલ થઈ ગયું હતું. જાડેજા વારંવાર કહી રહ્યા હતા કે જો હું આઉટ ન થયું હોત તો ટીમ મેચ જીતી ગઈ હોત. જ્યારે તમે જીતની આટલી નજીક આવીને હારી જાય તો ખૂબ જ દુઃખ થાય છે. જાડેજાની રમત બાદ જણાવતા રિવાબા કહ્યું કે, તેઓ હંમેશા ટીમ માટે પોતાનું બેસ્ટ આપવા માટે તૈયાર રહે છે. જ્યારે પણ તેમને મોકો મળે છે, તે તેમાં પોતાની પૂરી તાકાત લગાવી દે છે.

આ પણ વાંચોઃ જાણો આજ-કાલ શું કરી રહ્યા છે 'હમ પાંચ'ના કલાકારો?

મહત્વનું છે કે હાર બાદ, જાડેજાએ સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટ પર એક પ્રેરણ સંદેશો પોસ્ટ કર્યું હતું. તેમણે આ પોસ્ટમાં લખ્યું કે, 'રમતે મને પડ્યા પછી કેવી રીતે ઉઠવું જોઈએ અને ક્યારેય હાર ન માનવી જોઈએ તે શીખવ્યું છે. તમામ લોકોનો શાનદાર સમર્થન માટે ધન્યવાદ. તમે મને પ્રેરિત કરતા રહો અને હું છેલ્લા શ્વાસ સુધી મારું બેસ્ટ આપતો રહી છે. લવ યૂ ઑલ.'

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK