ભારતમાં આ વર્ષે આઇપીએલ નહીં રમાય એ જાણીને ઘણું દુઃખ થયું : સ્ટીવ સ્મિથ

Published: Aug 01, 2020, 13:05 IST | Agencies | New Delhi

રાજસ્થાન રૉયલ્સના કૅપ્ટન સ્ટીવ સ્મિથે આ વર્ષે આઇપીએલ ભારતમાં નહીં રમાય એ વિશે દુઃખ વ્યક્ત કર્યું છે.

સ્ટીવ સ્મિથ
સ્ટીવ સ્મિથ

રાજસ્થાન રૉયલ્સના કૅપ્ટન સ્ટીવ સ્મિથે આ વર્ષે આઇપીએલ ભારતમાં નહીં રમાય એ વિશે દુઃખ વ્યક્ત કર્યું છે. આઇપીએલની સીઝન આ વર્ષે યુએઈમાં રમાવાની છે જે માટે ફ્રૅન્ચાઇઝીઓએ તૈયારી શરૂ કરી દીધી છે. સ્મિથે કહ્યું કે મારા ખ્યાલથી પ્રોફેશનલ ક્રિકેટર તરીકે તમારે દરેક પરિસ્થિતિને સ્વીકારવી પડે છે અને કોચિંગ સ્ટાફ માટે પણ એ ક્લિયર મેસેજ છે. ભારતમાં જે પરિસ્થિતિ છે એવી જ પરિસ્થિતિ દુબઈમાં પણ છે અથવા તો અલગ પણ હોઈ શકે છે છતાં જોવા જેવી વાત એ છે કે રમતી વખતે મૂળ પરિસ્થિતિ યોગ્ય રહેશે કે નહીં. કેટલાક પ્લેયરને ત્યાં રમવાનો અનુભવ છે. ૨૦૧૪માં આઇપીએલ ત્યાં રમાઈ હતી જેનો ફાયદો કેટલાક પ્લેયરને મળી રહેશે. મારા ખ્યાલથી એ લોકોને લાભ મળી રહેશે છતાં આ વર્ષે આઇપીએલ ભારતમાં નથી રમાઈ રહી એ જાણીને ઘણું દુઃખ થયું છે. ભારતમાં રમવાની એક અલગ જ મજા હોય છે અને અમને ત્યાં રમવાનું ગમે છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK