Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ISSF World Cup:મનુ ભાકર અને સૌરભની જોડીએ મિક્સ્ડ ઈવેન્ટમાં જીત્યો ગોલ્ડ

ISSF World Cup:મનુ ભાકર અને સૌરભની જોડીએ મિક્સ્ડ ઈવેન્ટમાં જીત્યો ગોલ્ડ

24 July, 2019 03:26 PM IST |

ISSF World Cup:મનુ ભાકર અને સૌરભની જોડીએ મિક્સ્ડ ઈવેન્ટમાં જીત્યો ગોલ્ડ

મનુ ભાકર અને સૌરભ ચૌધરીએ જીત્યો ગોલ્ડ

મનુ ભાકર અને સૌરભ ચૌધરીએ જીત્યો ગોલ્ડ


ભારતીય નિશાનેબાજોની જોડી મનુ ભાકર અને સૌરભ ચૌધરીએ ચીનની બેઈજિંગમાં ચાલી રહેલા ISSF વર્લ્ડ કપ 2019માં 10 મીટર એર પિસ્ટલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો. ભારતની આ જોડીએ એક આસાન મુકાબલામાં ચીનના જિયાંગ રાનક્સિન અને પેંગ વેઈને 16-6ના મોટા અંતરથી હરાવ્યો હતો અને બીજી વાર ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. આ પહેલા આ જોડીએ આ વર્ષે જ ફેબ્રુઆરીમાં યોજાયેલ શૂટિંગ વિશ્વ કપની નવી દિલ્હીની સિરીઝમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઈવેન્ટમાં બ્રાન્ડ મેડલ રુસની યૂલિકા કારિમોવા અને ગ્રિગોરિ શામાકોવએ જીત્યો હતો.

 



આ પણ વાંચો: IPL 2019: મેચની વચ્ચે જ ખોવાઈ ગયો બોલ, હતો આ વ્યક્તિ પાસે !


 

મનુ-સૌરભની જોડીએ ક્વાલિફિકેશન રાઉન્ડમાં 482 પોઈન્ટ મેળવ્યા હતા ત્યારે બન્ને પ્લેયર્સ પોઈન્ટ ટેબલમાં 5માં સ્થાને હતા જ્યારે માત્ર 1.5 પોઈન્ટના વધારા સાથે બન્ને પહેલા સ્થાને પહોચ્યા હતા અને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. આ ટુર્નામેન્ટમાં ભારતનો આ બીજો ગોલ્ડ છે આ પહેલા અંજુ મૌદ્ગિલ અને દિવ્યાંશ સિંહે 10 મીટર એર રાઈફલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. મૌદ્ગિલ-દિવ્યાંશની જોડીએ ચીનના લિયૂ-રુક્સુઆન અને યાંગ હાઓરાનને હરાવ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

24 July, 2019 03:26 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK