એનસીએમાં ઇશાન્તે શરૂ કરી બોલિંગ-પ્રૅક્ટિસ

Published: 20th November, 2020 14:59 IST | IANS | Bangaluru

ઇન્ડિયન ક્રિકેટ ટીમના પેસર ઇશાન્ત શર્મા જે નૅશનલ ક્રિકેટ ઍકૅડેમી (એનસીએ)માં રીહૅબિલિટેશન અંતર્ગત છે તેણે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પોતાની રેગ્યુલર બોલિંગ પ્રૅક્ટિસ શરૂ કરી દીધી છે

 ઇશાન્ત શર્મા
ઇશાન્ત શર્મા

ઇન્ડિયન ક્રિકેટ ટીમના પેસર ઇશાન્ત શર્મા જે નૅશનલ ક્રિકેટ ઍકૅડેમી (એનસીએ)માં રીહૅબિલિટેશન અંતર્ગત છે તેણે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પોતાની રેગ્યુલર બોલિંગ પ્રૅક્ટિસ શરૂ કરી દીધી છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની તૈયારી કરતી વખતે ૭ ઑક્ટોબરે ટ્રેઇનિંગ-સેશન દરમિયાન તે ઈજા પામ્યો હતો જેને લીધે તે પોતાની ફ્રૅન્ચાઇઝી દિલ્હી માટે માત્ર એક જ મૅચ રમી શક્યો હતો. ટ્રેઇનિંગ સેશન દરમ્યાન તેને ડાબી બાજુની પાંસળીમાં દુખાવો શરૂ થયો હતો.
ઇશાન્તે ઇન્ડિયન અન્ડર-19 ટીમના હેડ કોચ અને ભૂતપૂર્વ ફાસ્ટ બોલર પારસ મ્હામ્બ્રેની દેખરેખમાં બોલિંગ-પ્રૅક્ટિસ કરી હતી. જો ઇશાન્તને ફિટ જાહેર કરવામાં આવશે તો ઑસ્ટ્રેલિયાની ટૂર પહેલાં ભારત માટે એ સારા સમાચાર સાબિત થઈ શકશે અને તે ઑસ્ટ્રેલિયાની ટૂર પર જઈ શકશે. સામા પક્ષે વિકેટકીપર-બૅટ્સમૅન વૃદ્ધિમાન સહાએ પણ ઈજામાંથી સાજા થયા બાદ પ્રૅક્ટિસ શરૂ કરી દીધી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK