Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઈશાંત શર્માએ તેની પત્ની માટે શૅર કરી આ રોમેન્ટિક પૉસ્ટ

ઈશાંત શર્માએ તેની પત્ની માટે શૅર કરી આ રોમેન્ટિક પૉસ્ટ

10 December, 2020 05:20 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ઈશાંત શર્માએ તેની પત્ની માટે શૅર કરી આ રોમેન્ટિક પૉસ્ટ

તસવીર સૌજન્યઃ યોગેન શાહ

તસવીર સૌજન્યઃ યોગેન શાહ


ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર ઈશાંત શર્મા તેના પ્રોફેશન સંબંધિત વધુ સમાચારમાં રહેતા નથી પરંતુ સોશ્યલ મીડિયામાં તેણે જે પૉસ્ટ કરી છે તે માટે આજે ખેલાડી ચર્ચામાં છે.

ઈશાંત શર્માએ તેની પત્ની પ્રતિમા સિંહ માટે એક રોમેન્ટિક પૉસ્ટ શૅર કરી હતી. 9 ડિસેમ્બર, 2020ના રોજ આ સુંદર કપલના લગ્નના ચાર વર્ષ પૂરા થયા છે. વેડિંગ એનિવર્સીરી નિમિત્તે ઈશાંતે તેની પત્ની સાથેનો ફોટો ઈન્સ્ટાગ્રામમાં શૅર કરતા લખ્યું કે, મોટા ભાગના સમયે આપણે ફીઝીકલી દૂર જ હોઈએ છે તેમ છતાં આપણે ખૂબ જ ક્લોઝ છીએ અને હંમેશા રહેશું.



 
 
 
View this post on Instagram

A post shared by Ishant Sharma (@ishant.sharma29)


ઈશાંતે ઉમેર્યું જ્યારે હુ તારી સાથે હોઉં ત્યારે સમય ક્યા પસાર થઈ જાય છે તે ખબર જ પડતી નથી. મને થીક (પહોળો) અને થીન (પતલો) રાખવા માટેનું ક્રેડિટ તને જાય છે. હેપ્પી એનિવર્સિરી લવ, હુ નસીબદાર છુ કે તુ મારા જીવનમાં છે. સાથે વૃદ્ધ થઈએ અને યાદો બનાવીએ.


ઈશાંતે મે 2007માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની શરૂઆત કરી હતી. અત્યાર સુધીમાં 97 ટેસ્ટ મેચમાં 297 વિકેટ અને 80 વનડેમાં 115 વિકેટ લીધી છે. ટેસ્ટ મેચમાં 100 વિકેટ લેનાર ઈશાંત શર્મા પાંચમો સૌથી યુવા ખેલાડી છે. 

Whatsapp-channel Whatsapp-channel

10 December, 2020 05:20 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK