Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કાંગારૂઓ મારી હાઇટથી ગભરાય છે! : ઈશાંત શર્મા

કાંગારૂઓ મારી હાઇટથી ગભરાય છે! : ઈશાંત શર્મા

25 December, 2011 05:26 AM IST |

કાંગારૂઓ મારી હાઇટથી ગભરાય છે! : ઈશાંત શર્મા

કાંગારૂઓ મારી હાઇટથી ગભરાય છે! : ઈશાંત શર્મા




સાંઈ મોહન





મેલબર્ન, તા. ૨૫
ઑસ્ટ્રેલિયનોને ભારતીય બોલરોમાં ઝહીર ખાન કરતાં ઇશાન્ત શર્માનો અને ખાસ કરીને તેની હાઇટનો વધુ ડર છે. ૨૦૦૭-’૦૮ની આગલી ટૂરમાં પર્થની ટેસ્ટમૅચમાં રિકી પૉન્ટિંગને ભારે પડી ગયેલો ઇશાન્ત એ પ્રવાસ પછી ઘરઆંગણે તેમની જ સામે રમાયેલી સિરીઝમાં મૅન ઑફ ધ સિરીઝ બન્યો હતો.


કાંગારૂઓના કૅમ્પમાં બૅટિંગ-કોચ જસ્ટિન લૅન્ગરના કહેવા મુજબ બૅટ્સમૅનોને બોલિંગ મશીનની મદદથી ઊંચાઈએ બૉલ ફેંકાવવામાં આવ્યા હતા અને એમાં તેમને ઇશાન્ત ફેંકે છે એવા ઊછળતા બૉલમાં કેવી રીતે રમવું એ શીખવવામાં આવ્યું હતું. આવતી કાલે મેલબૉર્નમાં સિરીઝની પ્રથમ ટેસ્ટમૅચ (સ્ટાર ક્રિકેટ પર સવારે ૫.૦૦) શરૂ થશે.

બૉય હવે બની ગયો મૅન
ગયા અઠવાડિયે ઑસ્ટ્રેલિયાના નવા ઓપનિંગ બૅટ્સમૅન એડ કૉવને ‘મિડ-ડે’ને ઇશાન્ત વિશેની ચર્ચામાં કહ્યું હતું કે ‘ઇશાન્ત ૨૦૦૭માં ઑસ્ટ્રેલિયા આવ્યો હતો ત્યારે ૧૯ વર્ષનો બૉય હતો, પરંતુ હવે ૨૩ વર્ષનો મૅન બની ગયો છે.’

ખુદ ઇશાન્તે પોતાના વિશે ઑસ્ટ્રેલિયામાં થતી ચર્ચાના સંદર્ભમાં ‘મિડ-ડે’ને ગઈ કાલે કહ્યું હતું કે ‘ઑસ્ટ્રેલિયન પ્લેયરોને મારી હાઇટનો ડર છે એ જાણીને મને બહુ નવાઈ લાગી. આ મને ખબર જ નહોતી. હવે તો હું તેમને વધુ ગભરાવવાની કોશિશ કરીશ. ફાસ્ટ બોલર આવી આક્રમકતાથી જ વધુ વિકેટો લઈ શકે. મારે ફરી પૉન્ટિંગના શિકાર કરવા છે. જોકે તે ગ્રેટ બૅટ્સમૅન છે એટલે તેને અન્ડર-એસ્ટિમેટ કરવાની ભૂલ અમે નહીં જ કરીએ.’
૧૦૦ ટકા ફિટ છું

ઇશાન્ત પગની ઘૂંટીનું ઑપરેશન ટાળીને રમવા આવ્યો છે. જોકે ગઈ કાલે તેણે કહ્યું હતું કે ‘ઑસ્ટ્રેલિયામાં જ્યાં જુઓ ત્યાં બધા મારી અને ઝહીર ખાનની ફિટનેસની જ વાતો કરે છે. અમે ૧૦૦ ટકા ફિટ છીએ. ભારતીય બોલરોમાંથી માત્ર હું અને ઝહીરભાઈ અગાઉ ઑસ્ટ્રેલિયામાં રમ્યા છીએ એટલે અમને અહીંની પિચ અને બીજી પરિસ્થિતિનો સારો અનુભવ છે.’ઇશાન્તે ૪૧ ટેસ્ટમાં ૧૨૮ અને ઝહીરે ૭૯માં ૨૭૩ વિકેટ લીધી છે.

Normal 0 false false false MicrosoftInternetExplorer4 /* Style Definitions */ table.MsoNormalTable {mso-style-name:"Table Normal"; mso-tstyle-rowband-size:0; mso-tstyle-colband-size:0; mso-style-noshow:yes; mso-style-parent:""; mso-padding-alt:0in 5.4pt 0in 5.4pt; mso-para-margin:0in; mso-para-margin-bottom:.0001pt; mso-pagination:widow-orphan; font-size:10.0pt; font-family:"Times New Roman"; mso-ansi-language:#0400; mso-fareast-language:#0400; mso-bidi-language:#0400;} table.MsoTableGrid {mso-style-name:"Table Grid"; mso-tstyle-rowband-size:0; mso-tstyle-colband-size:0; border:solid windowtext 1.0pt; mso-border-alt:solid windowtext .5pt; mso-padding-alt:0in 5.4pt 0in 5.4pt; mso-border-insideh:.5pt solid windowtext; mso-border-insidev:.5pt solid windowtext; mso-para-margin:0in; mso-para-margin-bottom:.0001pt; mso-pagination:widow-orphan; font-size:10.0pt; font-family:"Times New Roman"; mso-ansi-language:#0400; mso-fareast-language:#0400; mso-bidi-language:#0400;}

ટેસ્ટસિરીઝનું ટાઇમટેબલ

તારીખ/વાર

મૅચ

સ્થળ

સમય

૨૬ ડિસેમ્બર/સોમવાર

પ્રથમ ટેસ્ટ

મેલબર્ન

સવારે ૫.૦૦

૩ જાન્યુઆરી/મંગળવાર

બીજી ટેસ્ટ

સિડની

સવારે ૫.૦૦

૧૩ જાન્યુઆરી/શુક્રવાર

ત્રીજી ટેસ્ટ

પર્થ

સવારે ૮.૦૦

૨૪ જાન્યુઆરી/મંગળવાર

ચોથી ટેસ્ટ

ઍડીલેડ

સવારે ૫.૩૦

 


નોંધ : (૧) બધી મૅચો ટાઇમટેબલમાં દર્શાવેલા સમયથી સ્ટાર ક્રિકેટ પર જોવા મળશે. (૨) ચાર મૅચની આ સિરીઝ પછી ઑસ્ટ્રેલિયા સામે બે મૅચની વ્૨૦ સિરીઝ રમાશે અને ત્યાર બાદ ઑસ્ટ્રેલિયા-શ્રીલંકા સામે ટ્રાયેન્ગ્યુલર શરૂ થશે. ઑસ્ટ્રેલિયાના પ્રવાસ બાદ ભારતીય ટીમ માર્ચમાં એશિયા કપમાં રમશે.

Whatsapp-channel Whatsapp-channel

25 December, 2011 05:26 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK