ઈશાન કિશને કહેવાતી ગર્લફ્રેન્ડ સાથે મનાવ્યો બર્થ-ડે

Published: Jul 21, 2019, 09:58 IST | મુંબઈ

ઇન્ડિયા ‘એ’ ટીમ સાથે વેસ્ટ ઇન્ડ‌ીઝના પ્રવાસે ગયેલા ઈશાને તેની કહેવાતી ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયા સાથે જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હોવાની ચર્ચા છે.

ઈશાન કિશને કહેવાતી ગર્લફ્રેન્ડ સાથે મનાવ્યો બર્થ-ડે
ઈશાન કિશને કહેવાતી ગર્લફ્રેન્ડ સાથે મનાવ્યો બર્થ-ડે

ઇન્ડિયન અન્ડર-૧૯ ક્રિકેટ ટીમનો કૅપ્ટન રહી ચૂકેલો વિકેટકીપર-બૅટ્‌સમૅન ઈશાન કિશને તેની કહેવાતી ગર્લફ્રેન્ડ સાથે બર્થ-ડે સેલિબ્રેટ કર્યો હતો. ૧૮ જુલાઈએ ઈશાન ૨૧ વર્ષનો થયો હતો. ઇન્ડિયા ‘એ’ ટીમ સાથે વેસ્ટ ઇન્ડ‌ીઝના પ્રવાસે ગયેલા ઈશાને તેની કહેવાતી ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયા સાથે જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હોવાની ચર્ચા છે.

અદિતિ મૉડલ છે અને તે ૨૦૧૮માં મિસ સુપરનૅશનલ ઇન્ડિયાની વિજેતા રહી ચૂકી છે. તેમના વાઇરલ થયેલા ફોટોમાં ઈશાન કિશનના ખભે હાથ રાખીને અદિતિ ઊભી છે. ઈશાન પણ તેનો હાથ પકડીને ફોટો ક્લિક કરતો જોવા મળી રહ્યો છે. તેમણે હજી સુધી રિલેશનશિપની જાહેરાત નથી કરી, પરંતુ તસવીર ઘણુંબધું કહી જાય છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK