T20 લીગ રમવા માટે હું ઉપલબ્ધ છું એવું મેં કોઈને નથી કહ્યું : ઇરફાન પઠાણ

Published: Aug 04, 2020, 13:40 IST | IANS | Mumbai

લંકા પ્રીમિયર લીગમાં રમવા માટે દુનિયાભરના ૭૦ પ્લેયર્સની સાથે ઇરફાને પણ રસ દેખાડ્યો છે

ઇરફાન પઠાણ
ઇરફાન પઠાણ

ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણનું કહેવું છે હું ભવિષ્યમાં દુનિયાભરની T20 લીગ રમવા ઇચ્છું છું, પરંતુ હાલમાં મેં કોઈને આ વિશે નથી કહ્યું. લંકા પ્રીમિયર લીગમાં રમવા માટે દુનિયાભરના ૭૦ પ્લેયર્સની સાથે ઇરફાને પણ રસ દેખાડ્યો છે એ વિશે ચર્ચા ચાલી રહી છે. આ વિશે ઇરફાને ટ્વીટ કર્યું હતું કે ‘ભવિષ્યમાં દુનિયાભરની T20 લીગમાં મારે રમવું છે. જોકે હાલમાં હું ઉપલબ્ધ છું એવું મેં કોઈનેય નથી કહ્યું.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK