Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઈરફાન પઠાણને પિતા મહેમૂદે ઈદની ખાસ ભેટ આપી, જુઓ તસવીર

ઈરફાન પઠાણને પિતા મહેમૂદે ઈદની ખાસ ભેટ આપી, જુઓ તસવીર

26 May, 2020 04:40 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ઈરફાન પઠાણને પિતા મહેમૂદે ઈદની ખાસ ભેટ આપી, જુઓ તસવીર

પિતા મહેમૂદ સાથે ઈરફાન પઠાણ (તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)

પિતા મહેમૂદ સાથે ઈરફાન પઠાણ (તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)


ઈદના દિવસે વડીલો અને સગાસંબંધીઓ તેમજ મિત્રો પાસેથી જે ભેટ મળે છે તેની ઈદી કહેવાય છે. ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણને તેના પિતા મહેમૂદ પઠાણ પાસેથી ઈદી મળી છે અને તે બહુ જ ખુશ છે. પિતા પાસેથી ઈદી મળી તેની તસવીર ક્રિકેટરે સોશ્યલ મિડિયા પર શેર કરી છે.

પિતા પાસેથી આર્શિવાદ મેળવતો તેમની સાથેનો ફોટો શેર કરતા ઈન્સ્ટાગ્રામ પર ઈરફાને લખ્યુ હતું કે, આ બાબત માટે હું હંમેશા ઈદની રાહ જોતો હોઉં છું. તેણે ભાઇ યુસુફને સંબોધીને લખ્યું હતું કે તું આવે એ પહેલા જ મેં બધું લઈને ખીસ્સામાં ભરી દીધું છે. આ સાથે જ ઈરફાને ભાઈ યુસુફ પઠાણને ટેગ કર્યો હતો.




પિતા અને ભાઈ પ્રત્યેની લાગણીઓ ઈરફાન સોશ્યલ મિડિયા દ્વારા વારંવાર વ્યક્ત કરતો હોય છે. તેમજ પરિવારની તસવીરો પણ શેર કરતો હોય છે. દરમિયાન યુસુફ પઠાણે પણ ઈદની ઉજવણીની પિતા અને ભાઈ સાથેની તસવીરો સોશ્યલ મિડિયા પર શેર કરી હતી.


 
 
 
View this post on Instagram

Spread Love #EidMubarak everyone.

A post shared by Yusuf Pathan (@yusuf_pathan) onMay 24, 2020 at 7:46pm PDT

સ્પોર્ટસ સ્ટાર સાનિયા મિર્ઝા અને બહેન અનમે પણ ઈદની ઉજવણીની તસવીરો સોશ્યલ મિડિયા પર પોસ્ટ કરી હતી અને ફેન્સને ઈદની શુભેચ્છાઓ આપી હતી. 

Whatsapp-channel Whatsapp-channel

26 May, 2020 04:40 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK