IPL 2020: આઇપીએલને લીધે દેશનો મૂડ ચેન્જ થઈ જશે : ગૌતમ ગંભીર

Updated: 17th September, 2020 11:28 IST | Agencies | Mumbai Desk

આઇપીએલ ક્યાં રમાય છે એ મહત્ત્વનું નથી, પણ જો આઇપીએલ યુએઈમાં રમાય તો ક્રિકેટ માટે એ ઘણી સારી જગ્યા બની રહેશે.

ગૌતમ ગંભીર
ગૌતમ ગંભીર

ઇન્ડિયન પ્રીમિયર લીગની તેરમી સીઝનને હવે લીલી ઝંડી મળી ગઈ છે અને આ વખતે એ યુએઈમાં ૧૯ સપ્ટેમ્બરથી શરૂ થવાની છે. આઇપીએલમાં રમનારી ફ્રૅન્ચાઇઝીએ પણ પોતાની તૈયારી શરૂ કરી દીધી છે. જોકે કલકત્તા નાઇટ રાઇડર્સના ભૂતપૂર્વ કૅપ્ટન ગૌતમ ગંભીરનું કહેવું છે કે ‘આઇપીએલ ક્યાં રમાય છે એ મહત્ત્વનું નથી, પણ જો આઇપીએલ યુએઈમાં રમાય તો ક્રિકેટ માટે એ ઘણી સારી જગ્યા બની રહેશે. ખરું કહું તો એ દેશનું વાતાવરણ જ બદલી નાખશે. ફ્રૅન્ચાઇઝી જીતે છે, કોણ વધારે રન બનાવે છે અથવા કોણ વધારે વિકેટ લે છે એ અગત્યનું નથી, અગત્યનું એ છે કે આ ટુર્નામેન્ટને લીધે દેશનો મૂડ બદલાઈ જશે. આ આઇપીએલ દર વખત કરતાં એક ભવ્ય અને મોટી ઇવેન્ટ બની રહેશે.’

First Published: 26th July, 2020 12:10 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK