IPL 2020: આ પ્લેયરો ખાતું ખોલાવ્યા વગર જ સૌથી વધારે વખત થયા છે આઉટ

Updated: Sep 18, 2020, 14:06 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

આ એક એવો રેકૉર્ડ છે જેમાં કોઈ પ્લેયર નથી ઈચ્છતો કે તેનું નામ જોડાય

હરભજન સિંહ, પાર્થિવ પટેલ, પિયુષ ચાવલા, મનીષ પાંડે, અંબાતી રાયડુ
હરભજન સિંહ, પાર્થિવ પટેલ, પિયુષ ચાવલા, મનીષ પાંડે, અંબાતી રાયડુ

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL)ની 13મી સીઝન એટલે કે IPL 2020ને શરૂ થવામાં બસ ગણતરીના જ દિવસો બાકી છે. 19 સપ્ટેમ્બરથી દુબઈમાં શરૂ થનારી IPL ની સીઝન 13 માટે સહુ કોઈ ઉત્સુક છે. IPLની 12 સિઝનમાં સેંકડો રેકૉર્ડ્સ બન્યા છે અને તૂટ્યા છે. રેકૉર્ડ્સના લિસ્ટમાં સ્થાન મેળવવા માટે પ્લેયરો પણ ઉત્સુક હોય છે. જોકે એક એવો રેકોર્ડ છે જેની સાથે કોઈ બેટ્સમેન પોતાનું નામ જોડાય તેમ ઈચ્છતા નથી. કારણકે આ બેટ્સમેન માટે શરમજનક બાબત છે. આ રેકોર્ડ છે IPLમાં સૌથી વધારે વખતે શૂન્ય પર આઉટ થવાનો.

ચાલો, આજે અમે તેમને જણાવીએ કે IPLમાં સૌથી વધારે શૂન્ય રને આઉટ કોણ થયું છે...

1. હરભજન સિંહ (Harbhajan Singh)

આ લિસ્ટમાં સૌ પ્રથમ નામ હરભજન સિંહનું છે. ચેન્નઈ સુપરકિંગ્સ (Chennai Super Kings) અને મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians) તરફથી રમનાર હરભજન સિંહ IPLમાં સૌથી વધારે 13 વખત ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો છે. અત્યાર સુધી તે 160 મેચ રમ્યો છે. ઉલ્લેખનીય છે કે, હરભજન સિંહ આ વખતે આઈપીએલમાં રમશે નહીં.

2. પાર્થિવ પટેલ (Parthiv Patel)

પાર્થિવ પટેલ આ લિસ્ટમાં હરભજન સિંહ સાથે પ્રથમ નંબરે છે. તે અત્યાર સુધી 139 મેચમાં 13 વખત શૂન્ય રને આઉટ થયો છે. પાર્થિવ પટેલ અત્યાર સુધી IPLમાં 6 ટીમો તરફથી રમી ચૂક્યો છે.

3. પિયુષ ચાવલા (Piyush Chawla)

પિયુષ ચાવલા આ લિસ્ટમાં ત્રીજા નંબરે છે. 157 મેચમાં પિયુષ ચાવલા અત્યાર સુધી 12 વખત ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો છે. ચાવલા અત્યાર સુધી કિંગ્સ ઇલેવન પંજાબ (Kings XI Punjab) અને કોલકાતા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) તરફથી રમી ચૂક્યો છે.

4. મનીષ પાંડે (Manish Pandey)

આ લિસ્ટમાં ચોથા નંબરે છે મનીષ પાંડે. 130 મેચ રમી ચૂકેલો મનીષ પાંડે અત્યાર સુધી 12 વખત શૂન્ય રને આઉટ થયો છે. મનીષ પાંડેને IPLમાં રમવાનો લાંબો અનુભવ છે. તે અત્યાર સુધી પાંચ ટીમો તરફથી રમી ચૂક્યો છે.

5. અંબાતી રાયડુ (Ambati Rayudu)

અંબાતી રાયડુનું નામ આ લિસ્ટમાં પાંચમાં સ્થાને છે. અંબાતી રાયડુ 147 મેચમાં 12 વખત ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો છે.

આ પાંચ ખેલાડીઓ સિવાય 12 વખત શૂન્યના સ્કોરે આઉટ થનાર બેટ્સમેનોમાં ગૌતમ ગંભીર (Gautam Gambhir) અને રોહિત શર્મા (Rohit Sharma)નું નામ પણ સામેલ છે. હવે, IPLની સિઝન 13 પુર્ણ થાય પછી જોવાનું રહેશે કે આ ક્રમમાં કેટલો ફેરફાર થાય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK