આજથી શરુ થઈ રહી છે મહિલા IPL,ત્રણ ટીમો લેશે ભાગ

Published: May 06, 2019, 19:25 IST

IPL મેન્સની 12મી સીઝન પ્લઓફ સુધી પહોચી ગઈ છે ત્યારે સોમવારથી મહિલા IPLની પહેલી સીઝન શરુ થઈ રહી છે. આ સીઝનમાં મહિલાઓની ત્રણ ટીમો ભાગ લઈ રહી છે જેમા વેલોસિટી, સુપરનોવા અને ટ્રેબલેજર્સ વચ્ચે ચાર મેચ રમાશે.

(ફોટો: IPL)
(ફોટો: IPL)

IPL મેન્સની 12મી સીઝન પ્લઓફ સુધી પહોચી ગઈ છે ત્યારે સોમવારથી મહિલા IPLની પહેલી સીઝન શરુ થઈ રહી છે. આ સીઝનમાં મહિલાઓની ત્રણ ટીમો ભાગ લઈ રહી છે જેમા વેલોસિટી, સુપરનોવા અને ટ્રેબલેજર્સ વચ્ચે ચાર મેચ રમાશે. સુપરનોવાની કેપ્ટનશીપ હરમનપ્રીત કરશે અને ટ્રૈબલેજર્સની કેપ્ટનશીપ સ્મૃતિ મંધાના કરશે જ્યારે વેલોસિટીની કેપ્ટનશીપ અનુભવી પ્લેયક મિતાલી રાજ કરશે. આ ટુર્નામેન્ટની શરુઆત 6મેના સોમવારથી થશે. સીઝનની પહેલી મેચ સુપરનોવા અને ટ્રૈબલેજર્સ વચ્ચે રમાશે.

વિદેશી પ્લેયર્સનો પણ રહેશે સાથ

ત્રણેય ટીમોમાં ઘણા વિદેશી સ્ટાર્સ પણ સામેલ કરવામાં આવ્યા છે. ઈંગ્લેન્ડની નતાલી સ્કિવર, ન્યૂઝીલેન્ડની સોફી ડીવાઈન, સૂજી બેટ્સ અને વેસ્ટ ઈન્ડિઝની સ્ટેફની ટેલરનો સમાવેશ આ ટીમોમાં કરવામાં આવ્યો છે. આ સિવાય ઓસ્ટ્રેલિયાની મેગ લૈનિંગ, એલિસી પૈરી અને એલિસા હીલી પણ ટુર્નામેન્ટ સાથે જોડાવાની હતી જો કે તેમને ઓસ્ટ્રેલિયન બોર્ડ તરફથી અનુમતી મળી હતી નહી.

પહેલી સીઝનમાં મંધાનાની ટીમથી જમ્મૂ-કાશ્મીરથી જાસિયા અખ્તર પણ રમી શકે છે. ગયા વર્ષે પણ ipl મેન્સની ફાઈનલ મેચ પહેલા એક સેમ્પલ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેચ હરમનપ્રીત અને મંધાનાની ટીમ વચ્ચે રમાઈ હતી જે ઘણી રોમાંચક રહી હતી જો કે હવે આવનારા 5 દિવસ ipl મહિલા T-20નો રોમાંચ પણ જોવા મળશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK