ટૉમ મૂડીનું થયું હૈદરાબાદમાં કમબૅક

Published: 17th December, 2020 14:31 IST | Gujarati Mid-day Correspondent | Hyderabad

કોચ તરીકે નહીં, પણ ક્રિકેટ ડિરેક્ટર તરીકે

ટૉમ મૂડી
ટૉમ મૂડી

ઑસ્ટ્રેલિયન ભૂતપૂર્વ ક્રિકેટર ટૉમ મૂડી ફરી એક વાર આઇપીએલની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે જોડાઈ ગયા છે. આ વખતે કોચ તરીકે નહીં, પણ ક્રિકેટ ડિરેક્ટર તરીકે જોડાયા છે. ૫૫ વર્ષીય ટૉમ મૂડી ૨૦૧૩માં ટીમની રચના થઈ ત્યારથી ૨૦૧૯ સુધી ટીમ સાથે હેડ કોચ તરીકે જોડાયેલા રહ્યા હતા. તેના આ સાત વર્ષના કાર્યકાળ દરમ્યાન ટીમ પાંચ વાર પ્લે-ઑફમાં પહોચવામાં સફળ રહી હતી તેમ જ ૨૦૧૬માં ચૅમ્પિયન અને ૨૦૧૮માં રનર-અપ રહી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK