બે અઠવાડિયામાં ખેલાડીઓના 4 કોવિડ ટેસ્ટ, IPL માટે કંઇક આવી છે તૈયારીઓ

Published: Jul 30, 2020, 14:17 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai Desk

આ વર્ષે સપ્ટેમ્બરથી નવેમ્બર સુધી (19 સપ્ટેમ્બરથી 8 નવેમ્બર) યૂએઇમાં પ્રસ્તાવિત આઇપીએલ ટૂર્નામેન્ટ માટે બીસીસીઆઇ બધી ફ્રેન્ચાઇઝીના માલિકોને માનક સંચાલન પ્રક્રિયા (એસઓપી) મોકલશે, જેમાં કેટલા પ્રમુખ માનદંડ આ પ્રકારે હોય છે.

ફાઇલ ફોટો
ફાઇલ ફોટો

ભારતીય ક્રિકેટ બૉર્ડ (BCCI)IPL-2020ની પોતાની યોજનાઓને અંતિમ રૂપ આપવા માટે તૈયાર છે. રવિવારે ગવર્નિંગ કાઉંસિલની મીટિંગમાં બૉર્ડ ટેલીકૉન્ફરન્સના માધ્યમે ફ્રેંચાઇઝી માલિકો, પ્રયોજકો અને પ્રસારકો સાથે ચર્ચા કરશે. આ વર્ષે સપ્ટેમ્બરથી નવેમ્બર સુધી (19 સપ્ટેમ્બરથી 8 નવેમ્બર) યૂએઇમાં પ્રસ્તાવિત આઇપીએલ ટૂર્નામેન્ટ માટે બીસીસીઆઇ બધી ફ્રેન્ચાઇઝીના માલિકોને માનક સંચાલન પ્રક્રિયા (એસઓપી) મોકલશે, જેમાં કેટલા પ્રમુખ માનદંડ આ પ્રકારે હોય છે.

ઓછામાં ઓછું શરૂઆતમાં સ્ટેડિયમની અંદર કોઇપણ દર્શક કે ચાહક નહીં હોય. કૉમેન્ટેટર્સની વાત કરીએ, તો સ્ટૂડિયોમાં તે એક-બીજાથી છ ફુટ દૂર બેસશે. ડગઆઉટમાં વધારે લોકોની અવરજવર પણ નહીં હોય. ડ્રેસિંગ રૂમમાં 15થી વધારે ખેલાડી નહીં હોય. મેચ પછી એવૉર્ડ પ્રેઝેન્ટેશનમાં સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવામાં આવશે. સાથે જ બધાં ખેલાડીઓના બે અઠવાડિયામાં ચાર કોવિડ ટેસ્ટ કરવામાં આવશે.

અહીં, આઇપીએલ-13ને યૂએઇમાં સ્થળાંતરિત કરવા માટે સરકારની પરવાનગીની રાહ જોવાઇ રહી છે, જો કે અમીરાત ક્રિકેટ બૉર્ડે બીસીસીઆઇ પાસેથી અરજી મેળવ્યા પછી આ ટૂર્નામેન્ટની ઉજવણી માટે પહેલાથી જ પોતાનો મત વ્યક્ત કરી દીધો છે.

બીસીસીઆઇ અધિકારીએ 'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ને કહ્યું કે ફક્ત ખેલાડી જ નહીં, તેમની પત્ની-ગર્લફ્રેન્ડ્સ તેમજ ફ્રેન્ચાઇઝી માલિકોને પણ જાહેર કરવામાં આવનારા માનદંડનું પાલન કરવાનું રહેશે. જૈવિક રૂપે સુરક્ષિત માહોલમાં આ ટૂર્નામેન્ટ થશે. અધિકારીએ જણાવ્યું કે આની સાથે જોડાયેલા માપદંડનું કડકાઇથી પાલન કરવામાં આવશે.

જો કે અધિકારીએ એમ પણ કહ્યું છે કે બીસીસીઆઇ એ નક્કી નહીં કરે કે ખેલાડી સાથે તેમની પત્નીઓ કે ગર્લફ્રેન્ડ ટ્રાવેલ કરી શકશે કે નહીં, અમે એ ફ્રેન્ચાઇઝી પર મૂક્યું છે. પણ બૉર્ડે એક પ્રોટોકૉલ રાખ્યું છે. જેમાં દરેક, અહીં સુધી કે ટીમના બસ ડ્રાઇવર પણ સામેલ છે.

એસઓપીમાં એ પણ હશે કે પ્રત્યેક ખેલાડીને ટૂર્નામેન્ટ શરૂ થવા પહેલા બે અઠવાડિયાની અંદર 4 કોવિડ ટેસ્ટ કરાવવાના રહેશે. બે કોવિડ ટેસ્ટ ભારતમાં કરવામાં આવશે, જ્યારે અન્ય બે ટેસ્ટ સંયુક્ત અરબ અમીરાતમાં ક્વૉરન્ટીન દરમિયાન થશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK