પંજાબની ટીમે શા માટે બદલ્યું નામ અને લોગો?

Published: 19th February, 2021 09:41 IST | Gujarati Mid-day Correspondent | Chennai

કૅપ્ટન લોકેશ રાહુલે કર્યો ખુલાસો

ગઈ કાલે આઇપીએલ ૨૦૨૧ માટે પ્લેયરોની હરાજી શરૂ થતાં પહેલાં કિંગ્સ ઇલેવન પંજાબની ટીમે પોતાના નવા નામ અને લોગોની જાહેરાત કરી હતી. વર્તમાન સીઝનથી હવે કિંગ્સ ઇલેવન પંજાબ ‘પંજાબ કિંગ્સ’ તરીકે ઓળખાશે. ટીમના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર સતીશ મેનને કહ્યું કે ‘પંજાબ કિંગ્સ એક વધારે વિકસિત બ્રૅન્ડ-નેમ છે અને અમને લાગે છે કે અમારી મુખ્ય બ્રૅન્ડ પર ધ્યાન આપવાનો આ યોગ્ય સમય છે.’ 

વળી પંજાબની ટીમના કૅપ્ટન લોકેશ રાહુલનું કહેવું છે કે ‘આ ઘણું સ્વાભાવિક છે. છેલ્લી ત્રણ સીઝનમાં અમે મિડલ ઑર્ડરના કેટલાક એવા પ્લેયર્સ ગુમાવ્યા છે જેઓ પોતાના અનુભવના આધારે અમારા માટે મૅચ જીતી શકતા હતા. ફાસ્ટ બોલરોનું ટીમમાં હોવું પણ ઘણું ફાયદાકારક છે. અમે તેમને ગુમાવ્યા અથવા તેઓ ટીમમાં હતા તો સારું રમી નહોતા શક્યા. મને લાગે છે કે ફ્રૅન્ચાઇઝીના નામમાં ફેરફાર કરવાથી ટીમના ભાગ્યમાં પણ ફેરફાર થશે.’

યુનિવર્સ બૉસ ક્રિસ ગેઇલે પણ રાહુલના સૂરમાં સૂર પુરાવ્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK