અમને તારા પર ગર્વ છે

Published: 20th February, 2021 14:30 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

અર્જુન તેન્ડુલકરને ટ્રોલ કરનારાઓને બહેન સારાનો જડબાતોડ જવાબ

માસ્ટર બ્લાસ્ટ સચિન તેન્ડુલકરના દીકરા અર્જુન તેન્ડુલકરને મુંબઈ ઇન્ડિયન્સે તેની બેઝ પ્રાઇસ ૨૦ લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. જોકે અર્જુનને આ ટુર્નામેન્ટમાં તેના પપ્પા સચિન તેન્ડુલકરને લીધે રમવાની તક મળી છે અને પ્લેયર તેમ જ ફ્રૅન્ચાઇઝી વચ્ચે પહેલાંથી જ કંઈક સેટિંગ હશે એવી અનેક ટીકા-ટિપ્પણી દ્વારા છેલ્લા કેટલાક દિવસથી અર્જુનને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. એવામાં અર્જુન મુંબઈ ટીમમાં સામેલ થયા બાદ તેની બહેન સારા તેન્ડુલકરે આગળ આવીને ઇન્સ્ટાગ્રામ પર ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો છે.

ઇન્સ્ટાગ્રામ પર અર્જુન સાથે પોતાનો ફોટો શૅર કરી સારાએ કહ્યું કે ‘આ ઉપલબ્ધિને તારી પાસેથી કોઈ છીનવી ન શકે. એ તારી જ છે. અમને તારા પર ગર્વ છે.’

મુંબઈ ઇન્ડિયન્સના ડિરેક્ટર ઑફ ક્રિકેટ ઝહીર ખાને પણ અર્જુનના સમર્થનમાં કહ્યું હતું કે ‘તે ઘણો મહેનતુ છે. બસ તેણે પોતાને સાબિત કરવાની જરૂર છે. મુંબઈ પલટનમાં સામેલ થઈને ફ્રૅન્ચાઇઝીનો આભાર માનતાં સોશ્યલ મીડિયા પર અર્જુને કહ્યું કે ‘બાળપણથી જ હું મુંબઈ ઇન્ડિયન્સનો મોટો પ્રશંસક રહ્યો છું. મારા પર વિશ્વાસ મૂકવા બદલ કોચ અને સપોર્ટ-સ્ટાફનો હું આભાર માનું છું. હું મુંબઈ પલટન સાથે જોડાવા અને બ્લુ અને ગોલ્ડ જર્સી પહેરવા ઘણો આતુર છું.’

છેલ્લી બે-ત્રણ સીઝનથી અર્જુન આ ફ્રૅન્ચાઇઝીનો નેટ-બોલર રહ્યો છે અને વાનખેડે સ્ટેડિયમમાં તે બૉલબૉય તરીકે પણ કામ કરી ચૂક્યો છે.

પિતા-પુત્રની પ્રથમ જોડી

આઇપીએલના ઇતિહાસમાં પણ આ પ્રકારની ઘટના પહેલી વાર બની છે, જ્યારે પિતા અને પુત્ર બન્ને આઇપીએલમાં એક જ ફ્રૅન્ચાઇઝીનો કૉન્ટ્રૅક્ટ મેળવવામાં સફળ રહ્યા હોય. સચિન તેન્ડુલકર મુંબઈ ઇન્ડિયન્સ માટે પહેલાં રમી ચૂક્યો છે અને હવે તેનો દીકરો અર્જુન તેન્ડુલકર મુંબઈ માટે રમતો જોવા મળશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK