IPL 2021: 18 ફેબ્રુઆરીએ ચેન્નાઈમાં યોજાશે પ્લેયરોનું ઓક્શન

Published: 27th January, 2021 15:34 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

આઠ ટીમો 196.6 કરોડ રૂપિયા ખર્ચી શકશે

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL)ની 14મી સીઝન એટલે કે IPL 2021નો ઓક્શન સાથે શુભારંભ થવા જઈ રહ્યો છે. પ્લેયરોનું 18મી ફેબ્રુઆરીએ ચેન્નઈમાં ઓક્શન યોજાશે. આ વાતની માહિતી IPL મેનેજમેન્ટે તેમના ઓફિશ્યલ સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા આપી છે. આ વખતે 8 ફ્રેન્ચાઈઝે કુલ 57 પ્લેયર્સને રિલીઝ કર્યા છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોર (Royal Challengers Bangalore)એ સૌથી વધુ દસ ખેલાડીઓ રિલીઝ કર્યા. જ્યારે કિંગ્સ ઈલેવન પંજાબ (Kings XI Punjab)એ નવ, રાજસ્થાન રૉયલ્સ (Rajasthan Royals)એ આઠ, મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)એ સાત, ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings), કલકત્તા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) અને દિલ્હી કૅપિટલ્સ (Delhi Capitals) એ છ-છ અને સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad)એ પાંચ ખેલાડીઓને ટીમની બહાર કર્યા છે.

20 જાન્યુઆરીએ, તમામ આઠ ટીમોએ રિટેનર્સ અને રિલીઝ પ્લેયર્સની સૂચિ બહાર પાડી હતી. 483.39 કરોડ રૂપિયાની કુલ કિંમત સાથે 139 ખેલાડીઓ રિટેન કરાયા છે. તે જ સમયે, ફ્રેન્ચાઇઝે 196.6 કરોડ રૂપિયાની કિંમતના 57 ખેલાડીઓને રિલીઝ કર્યા. એટલે કે, હવે તમામ આઠ ફ્રેન્ચાઇઝીની પાસે આઈપીએલ હરાજી 2021માં ખર્ચ કરવા માટે 196.6 કરોડ રૂપિયા હશે.

ટીમ

કેટલી રકમ બાકી

કિંગ્સ ઇલેવન પંજાબ

53.20 કરોડ રૂપિયા

રોયલ ચેલેન્જર્સ બેંગલોર

35.90 કરોડ રૂપિયા

રાજસ્થાન રોયલ્સ

34.85 કરોડ રૂપિયા

ચેન્નાઈ સુપરકિંગ્સ

22.90 કરોડ રૂપિયા

મુંબઈ ઇન્ડિયન્સ

15.35 કરોડ રૂપિયા

દિલ્હી કેપિટલ્સ

12.90 કરોડ રૂપિયા

કોલકાતા નાઈટ રાઈડર્સ

10.75 કરોડ રૂપિયા

સનરાઇઝર્સ હૈદરાબાદ

10.75 કરોડ રૂપિયા

આવો જોઈએ કઈ ટીમે ક્યા ખેલાડીઓને રિટેન કર્યા છે, ક્યા ખેલાડીઓને ટ્રેડ કરીને મેળવ્યા છે અને ક્યા ખેલાડીઓને રિલીઝ કર્યા છે...

1. મુંબઈ ઈન્ડિયન્સ

મુંબઈ ઈન્ડિયન્સે રિટેન કરેલા ખેલાડીઓ: રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, સૌરભ તિવારી, જસપ્રીત બુમરાહ, રાહુલ ચહર, ટ્રેન્ટ બૌલ્ટ, જયંત યાદવ, કાયરન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, સુચિત રોય, ઇશાન કિશન, ક્વિન્ટન ડી કોક, આદિત્ય તારે, ધવલ કુલકર્ણી, જયંત યાદવ, ક્રિસ લિન, મોહસીન ખાન, અનમોલપ્રીત સિંહ.

મુંબઈ ઈન્ડિયન્સે રિલીઝ કરેલા ખેલાડીઓ: લસિથ મલિંગા, નાથન કુલ્ટર નાઇલ, જેમ્સ પેટિન્સન, શેરફેન રધરફોર્ડ, મિશેલ મેકક્લેનાગન, પ્રિન્સ બલવંત સિંહ, દિગ્વિજય દેશમુખ.

2. ચેન્નઈ સુપરકિંગ્સ

ચેન્નઈ સુપરકિંગ્સે રિટેન કરેલા ખેલાડીઓ: એમએસ ધોની, સુરેશ રૈના, કેએમ આસિફ, ઇમરાન તાહિર, કર્ણ શર્મા, મિશેલ સેન્ટનર, આર. સાઇ કિશોર, લુંગી ગિડી, રવિન્દ્ર જાડેજા, નારાયણ જગદીશન, ઋતુરાજ ગાયકવાડ, જોશ હેઝલવુડ, અંબાતી રાયડુ, દીપક ચહર, ફાફ ડુ પ્લેસીસ, શાર્દુલ ઠાકુર, ડ્વેન બ્રાવો અને સેમ કરન.

ચેન્નઈ સુપરકિંગ્સે રિલીઝ કરેલા ખેલાડીઓ: કેદાર જાધવ, હરભજન સિંહ, મુરલી વિજય, પિયુષ ચાવલા, મોનુ કુમાર, શેન વોટસન

3. રાજસ્થાન રૉયલ્સ

રાજસ્થાન રૉયલ્સે રિટેન કરેલા ખેલાડીઓ: સંજુ સેમસન, બેન સ્ટોક્સ, જોફરા આર્ચર, બેન સ્ટોક્સ, જોસ બટલર, રિયાન પરાગ, શ્રેયસ ગોપાલ, રાહુલ તેવતીયા, મહિપાલ લોમરોર, કાર્તિક ત્યાગી, એન્ડ્રુ ટાઈ, જયદેવ ઉનડકટ, એમ. મયંક, યશસ્વી જેસ્વાલ, અનુજ રાવત, ડેવિડ મિલર, મનન વોહરા, રોબિન ઉથપ્પા.

રાજસ્થાન રૉયલ્સે રિલીઝ કરેલા ખેલાડીઓ: સ્ટીવ સ્મિથ, અંકિત રાજપૂત, ઓશેન થોમસ, આકાશ સિંહ, વરુણ આરોન, ટોમ કરન, અનિરુદ્ધ જોશી, શશાંક સિંહ

4. કિંગ્સ ઇલેવન પંજાબ

કિંગ્સ ઇલેવન પંજાબે રિટેન કરેલા ખેલાડીઓ: ક્રિસ ગેલ, દિપક હુડા, મંદીપ સિંહ, મયંક અગ્રવાલ, સરફરાઝ ખાન, લોકેશ રાહુલ, નિકોલસ પુરન, પી. સિંહ, અર્શદીપ સિંહ, ક્રિસ જોર્ડન, દર્શન એન., હરપ્રિત બ્રાર, ઈશાન પોરેલ, મોહમ્મદ શમી, રવિ બિશ્નોઈ, એમ. અશ્વિન.

કિંગ્સ ઇલેવન પંજાબે રિલીઝ કરેલા ખેલાડીઓ: ગ્લેન મેક્સવેલ, શેલ્ડન કોટરેલ, મુજીબ ઉર રહેમાન, જિમી નિશમ, કે. ગોથમ, કરુણ નાયર, જે. સૂચિથ, તેજીન્દર સિંહ, હાર્ડસ વિજલો

5. દિલ્હી કેપિટલ્સ

દિલ્હી કેપિટલ્સે રિટેન કરેલા ખેલાડીઓ: શ્રેયસ ઐયર, ઋષભ પંત, શિખર ધવન, પૃથ્વી શો, ઇશાંત શર્મા, આર. અશ્વિન, અજિંક્ય રહાણે, અક્ષર પટેલ, અમિત મિશ્રા, આવેશ ખાન, માર્કસ સ્ટોઈનીસ, શિમરોન હેટમાયર, કગીસો રબાડા, એંરિચ નોર્ટજે, પ્રવીણ દુબે, લલિત યાદવ, ક્રિસ વોક્સ

દિલ્હી કેપિટલ્સે રિલીઝ કરેલા ખેલાડીઓ: મોહિત શર્મા, તુષાર દેશપાંડે, કિમો પોલ, સંદીપ લામીછાને, એલેક્સ કેરી, જેસન રોય.

6. સનરાઈઝર્સ હૈદરાબાદ

સનરાઈઝર્સ હૈદરાબાદે રિટેન કરેલા ખેલાડીઓ: ડેવિડ વોર્નર, કેન વિલિયમ્સન, મનીષ પાંડે, પ્રિયમ ગર્ગ, વિરાટ સિંહ, રિદ્ધિમાન સાહા, વિજય શંકર, મોહમ્મદ નાબી, મિચેલ માર્શ, જેસન હોલ્ડર, અભિષેક શર્મા, ભુવનેશ્વર કુમાર, રાશિદ ખાન, ટી. નટરાજન, સંદીપ શર્મા, ખલીલ અહેમદ, સિદ્ધાર્થ કોલ.

સનરાઈઝર્સ હૈદરાબાદે રિલીઝ કરેલા ખેલાડીઓ: બિલી સ્ટેનલેક, બાવનકા સંદીપ, ફેબિયન એલન અને સંજય યાદવ

7. કલકત્તા નાઈટ રાઈડર્સ

કલકત્તા નાઈટ રાઈડર્સે રિટેન કરેલા ખેલાડીઓ: ઓઈન મોર્ગન, આન્દ્રે રસેલ, દિનેશ કાર્તિક, કમલેશ નાગરકોટી, કુલદીપ યાદવ, લોકી એફ., નીતીશ રાણા, પ્રસિદ્ધ કૃષ્ણ, રિન્કુ સિંહ, સંદીપ વોરિયર, શિવમ માવી, શુભમન ગિલ, સુનિલ નારાયણ, પેટ કમિન્સ, રાહુલ ત્રિપાઠી, વરુણ ચક્રવર્તી, અલી ખાન, ટિમ સેઇફર્ટ

કલકત્તા નાઈટ રાઈડર્સે રિલીઝ કરેલા ખેલાડીઓ: ટોમ બેન્ટન, ક્રિસ ગ્રીન, સિદ્ધએશ લાડ, નિખિલ નાઈક, એમ. સિદ્ધાર્થ, હેરી ગર્ન

8. રોયલ ચેલેન્જર્સ બેંગલોર

રોયલ ચેલેન્જર્સ બેંગલોરે રિટેન કરેલા ખેલાડીઓ: વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ, યુઝવેન્દ્ર ચહલ, દેવદત્ત પી., વી. સુંદર, મોહમ્મદ સિરાજ, નવદીપ સૈની, એડમ ઝાંપા, શાહબાઝ અહેમદ, જોશ ફિલિપ, કેન રિચાર્ડસન, પવન દેશપાંડે.

રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ટ્રેડ કરીને મેળવેલા પ્લેયર્સ: ડેનિયલ સેમ્સ, હર્ષલ પટેલ.

રોયલ ચેલેન્જર્સ બેંગલોરે રિલીઝ કરેલા ખેલાડીઓ: આરોન ફિન્ચ, ગુરકિરત મન, ક્રિસ મોરિસ, શિવમ દુબે, ડેલ સ્ટેન, પાર્થિવ પટેલ, ઇસુરૂ ઉદાના, ઉમેશ યાદવ અને પવન નેગી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK