ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ફ્રૅન્ચાઇઝી રાજસ્થાન રૉયલ્સે આઇપીએલની આગામી સીઝન માટે શ્રીલંકાના ભૂતપૂર્વ કૅપ્ટન કુમાર સંગકારાની ડિરેક્ટર ઑફ ક્રિકેટ તરીકે નિમણૂક કરી છે. આ વાતની જાણકારી ફ્રૅન્ચાઇઝીએ પોતાના ટ્વિટર-અકાઉન્ટ પર આપી હતી.
હાલમાં સંગકારા મેલબર્ન ક્રિકેટ ક્લબના પ્રેસિડન્ટ તરીકે કારોબાર સંભાળે છે. રાજસ્થાન રૉયલ્સ સાથે જોડાઈને તેની જવાબદારી ફફ્રૅન્ચાઇઝીની સમગ્ર ઇકોસિસ્ટમ સંભાળવાની રહેશે જેમાં કોચિંગ સ્ટ્રક્ચરથી માંડીને ટીમની રણનીતિ, નવા યુવાઓને તક અને વિકાસ જેવા મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવશે.
રાજસ્થાન સાથે જોડાવાની ખુશી વ્યક્ત કરતાં સંગકારાએ કહ્યું કે ‘રાજસ્થાન રૉયલ્સ સાથે જોડાઈને મને ગર્વ થાય છે અને નવા પડકાર માટે હું ઘણો આતુર છું. વિશ્વની અગ્રણી ક્રિકેટ સ્પર્ધામાં આ ફ્રૅન્ચાઇઝીની રણનીતિ, તેમના ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને ક્રિકેટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફ્રૅન્ચાઇઝીની ભવિષ્યમાં થનારી ઑન-ફીલ્ડ સફળતાનો પાયો નાખશે. મારા માટે પણ આ તક ઘણી પ્રેરણાત્મક છે.’
પાંચથી છ શહેરોમાં યોજાઈ શકે છે આઇપીએલ
27th February, 2021 14:09 ISTયુસુફ પઠાણે સંન્યાસની જાહેરાત કરતાં કહ્યું...
27th February, 2021 14:07 IST૪૦૦ વિકેટનો માઇલસ્ટોન હાંસલ કરનાર એન્જિનિયર રવિચંદ્રન અશ્વિન કહે છે...
27th February, 2021 14:03 ISTવિનયકુમારે ૯૭૨ વિકેટ બાદ કરી ક્રિકેટને અલવિદા
27th February, 2021 14:00 IST