આઇપીએલના ઇતિહાસનો સૌથી મોંઘો પ્લેયર બન્યો ક્રિસ મૉરિસ

Published: 19th February, 2021 09:25 IST | Gujarati Mid-day Correspondent | Chennai

સાઉથ આફ્રિકાના ઑલરાઉન્ડરને ૧૬.૨૫ કરોડ રૂપિયામાં રાજસ્થાન રૉયલ્સે ખરીદ્યો, તોડ્યો યુવરાજ સિંહનો રેકૉર્ડ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ૧૪મી સીઝન માટે ચેન્નઈમાં ગઈ કાલે યોજાયેલી ૨૯૨ ખેલાડીઓની હરાજીમાં સાઉથ આફ્રિકન ક્રિકેટર ક્રિસ મૉરિસ આઇપીએલની છેલ્લી ૧૩ સીઝનના સૌથી મોંઘા પ્લેયરનો રેકૉર્ડ તોડી અધધધ ૧૬.૨૫ કરોડ રૂપિયામાં વેચાયો હતો. રાજસ્થાન રૉયલ્સે તેને ખરીદ્યો છે. ૭૫ લાખ રૂપિયાની બેઝ પ્રાઇસ સાથે મૉરિસ હરાજીમાં ઊતર્યો હતો અને મુંબઈએ તેને બેઝ પ્રાઇસમાં જ ખરીદવાની સૌથી પહેલી બોલી લગાડી હતી. ત્યાર બાદ બૅન્ગલોરની ટીમ પણ મેદાનમાં ઊતરી હતી. આ બન્ને ફ્રૅન્ચાઇઝીએ મૉરિસને ખરીદવા ૭ કરોડ રૂપિયા સુધીની તૈયારી બતાવી હતી. ૮.૫૦ કરોડ રૂપિયાની બોલી લગાવ્યા બાદ મુંબઈએ સીધો ૧૦ કરોડ રૂપિયા પર કૂદકો માર્યો હતો. એવામાં ૧૨.૭૫ કરોડ રૂપિયાની બોલી સાથે બૅન્ગલોરે પોતાનું પલડું ફરીથી ભારે કરી દીધું હતું અને ત્યાર બાદ પંજાબે ૧૩.૫૦ કરોડ રૂપિયા ક્વોટ કરીને બૅન્ગલોરને પછાડી દીધું હતું. ૧૩, ૧૩.૫૦ અને ૧૪.૫૦ કરોડ રૂપિયાનો ભાવ બોલાતાં અંતે પંજાબે ૧૫ અને ૧૬ કરોડ રૂપિયાની બોલી લગાડી હતી, પણ રાજસ્થાને ૦.૨૫ કરોડ રૂપિયા વધારે ખર્ચી મૉરિસને પોતાની ટીમમાં સામેલ કરી લીધો હતો અને એ પ્રમાણે મૉરિસ આઇપીએલના ઇતિહાસનો સૌથી મોંઘો પ્લેયર બની ગયો હતો. આ પહેલાં ૨૦૧૫માં દિલ્હી ડેરડેવિલ્સે (દિલ્હી કૅપિટલ્સ) ૧૬ કરોડ રૂપિયામાં યુવરાજ સિંહને ખરીદ્યો હતો જે અત્યાર સુધી આઇપીએલનો સૌથી મોંઘો ખેલાડી રહ્યો હતો.

મૉરિસ ૨૦૧૩થી સતત આઇપીએલ રમી રહ્યો છે. તેના નામે આ ટુર્નામેન્ટની ૭૦ મૅચમાં ૫૫૧ રન અને ૮૦ વિકેટ નોંધાયેલી છે. આ પહેલાં તે ચેન્નઈ, દિલ્હી અને બૅન્ગલોર માટે રમી ચૂક્યો છે.

આઇપીએલ ૨૦૨૧ના સૌથી મોંઘા પ્લેયર્સ

પ્લેયર

ખરીદ કિંમત (રૂપિયા કરોડમાં)

ટીમ

ક્રિસ મૉરિસ

૧૬.૨૫

રાજસ્થાન

કાયલ જેમિસન

૧૫

બૅન્ગલોર

ગ્લેન મૅક્સવેલ

૧૪.૨૫

બૅન્ગલોર

ઝ્‍યે રિચર્ડસન

૧૪

પંજાબ

કે. ગૌતમ

૯.૨૫

ચેન્નઈ

રિલે મેરેડિથ

પંજાબ

મોઇન અલી

ચેન્નઈ

શાહરુખ ખાન

૫.૨૫

પંજાબ

 

૧,૪૫,૩૦,૦૦,૦૦૦ - આઇપીએલની હરાજીમાં ૮ ટીમના ૫૭ પ્લેયરોને ખરીદવા માટે ગઈ કાલે કુલ આટલા રૂપિયા ખર્ચાયા, વિવો ટાઇટલ સ્પૉન્સર

આઇપીએલ ૨૦૨૧ માટે ગઈ કાલે થયેલી પ્લેયરોની હરાજીમાં કુલ ૧,૪૫,૩૦,૦૦,૦૦૦ રૂપિયામાં ૫૭ પ્લેયર્સ ખરીદાયા હતા. કુલ ૮ ફ્રૅન્ચાઇઝીઓ વચ્ચે ૬૧ પ્લેયરોની ખાલી જગ્યા ભરવા માટે આટલા પ્લેયર્સની બોલી લગાડવામાં આવી હતી જેમાંથી ૫૭ ખેલાડીઓ ખરીદાયા હતા. પંજાબે સૌથી વધારે ૯ પ્લેયર્સ ખરીદ્યા હતા, જ્યારે દિલ્હી, કલકત્તા, રાજસ્થાન અને બૅન્ગલોરે ૮-૮, મુંબઈએ ૭, ચેન્નઈએ ૬ અને હૈદરાબાદે માત્ર ૩ પ્લેયર્સની ખરીદી કરી હતી. આઇપીએલ ૨૦૨૧ માટે વિવો ફરી એક વાર ટાઇટલ સ્પૉન્સર બની છે. કઈ ટીમે કયા પ્લેયરને કેટલા રૂપિયામાં ખરીદ્યો એ તરફ એક નજર...

ચેન્નઈ સુપર કિંગ્સ

ક્રિષ્નપ્પા ગૌતમ

૯,૨૫,૦૦,૦૦૦

મોઇન અલી

૭,૦૦,૦૦,૦૦૦

ચેતેશ્વર પુજારા

૫૦,૦૦,૦૦૦

કે. ભગત વર્મા

૨૦,૦૦,૦૦૦

સી. હરિ નિશાંત

૨૦,૦૦,૦૦૦

એમ. હરિશંકર રેડ્ડી

૨૦,૦૦,૦૦૦

 હરાજી પહેલાં બાકી રહેલી રકમ : ૧૯,૯૦,૦૦,૦૦૦

ખર્ચ કરેલી રકમ : ૧૭,૩૫,૦૦,૦૦૦

શેષ રહેલી રકમ : ૨,૫૫,૦૦,૦૦૦

 

દિલ્હી કૅપિટલ્સ

ટૉમ કરેન

૫,૨૫,૦૦,૦૦૦

સ્ટીવ સ્મિથ

૨,૨૦,૦૦,૦૦૦

સૅમ બિલિંગ્સ

૨,૦૦,૦૦,૦૦૦

ઉમેશ યાદવ

૧,૦૦,૦૦,૦૦૦

રિપલ પટેલ

૨૦,૦૦,૦૦૦

વિષ્ણુ વિનોદ

૨૦,૦૦,૦૦૦

લુકમાન હુસેન મેરીવાલા

૨૦,૦૦,૦૦૦

એમ. સિદ્ધાર્થ

૨૦,૦૦,૦૦૦

 હરાજી પહેલાં બાકી રહેલી રકમ : ૧૩,૪૦,૦૦,૦૦૦

ખર્ચ કરેલી રકમ : ૧૧,૨૫,૦૦,૦૦૦

શેષ રહેલી રકમ : ૨,૧૫,૦૦,૦૦૦

 

કલકત્તા નાઇટ રાઇડર્સ

શાકિબ-અલ-હસન

૩,૨૦,૦૦,૦૦૦

હરભજન સિંહ

૨,૦૦,૦૦,૦૦૦

બેન કટિંગ

૭૫,૦૦,૦૦૦

પવન નેગી

૫૦,૦૦,૦૦૦

કરુણ નાયર

૫૦,૦૦,૦૦૦

વેન્કટેશ ઐયર

૨૦,૦૦,૦૦૦

શેલ્ડન જૅક્સન

૨૦,૦૦,૦૦૦

વૈભવ અરોરા

૨૦,૦૦,૦૦૦

હરાજી પહેલાં બાકી રહેલી રકમ : ૧૦,૭૫,૦૦,૦૦૦

ખર્ચ કરેલી રકમ : ૭,૫૫,૦૦,૦૦૦

શેષ રહેલી રકમ : ૩,૨૦,૦૦,૦૦૦

 

મુંબઈ ઇન્ડિયન્સ

નૅથન કૉલ્ટર-નાઇલ

૫,૦૦,૦૦,૦૦૦

ઍડમ મિલ્ને

૩,૨૦,૦૦,૦૦૦

પીયૂષ ચાવલા

૨,૪૦,૦૦,૦૦૦

જેમ્સ નીશામ

૫૦,૦૦,૦૦૦

યુદ્ધવીર ચરક

૨૦,૦૦,૦૦૦

માર્કો જેનસન    

૨૦,૦૦,૦૦૦

અર્જુન તેન્ડુલકર

૨૦,૦૦,૦૦૦

 હરાજી પહેલાં બાકી રહેલી રકમ : ૧૫,૩૫,૦૦,૦૦૦

ખર્ચ કરેલી રકમ : ૧૧,૭૦,૦૦,૦૦૦

શેષ રહેલી રકમ : ૩,૬૫,૦૦,૦૦૦

 

પંજાબ કિંગ્સ

ઝ્‍યે રિચર્ડસન

૧૪,૦૦,૦૦,૦૦૦

રિલે મેરેડિથ

૮,૦૦,૦૦,૦૦૦

શાહરુખ ખાન

૫,૨૫,૦૦,૦૦૦

મોઇઝેઝ હેન્રિક્સ

૪,૨૦,૦૦,૦૦૦

ડેવિડ માલન

૧,૫૦,૦૦,૦૦૦

ફેબિયન એલન

૭૫,૦૦,૦૦૦

જલજ સક્સેના

૩૦,૦૦,૦૦૦

સૌરભ કુમાર

૨૦,૦૦,૦૦૦

ઉત્કર્ષ સિંહ

૨૦,૦૦,૦૦૦

 હરાજી પહેલાં બાકી રહેલી રકમ : ૫૩,૨૦,૦૦,૦૦૦

ખર્ચ કરેલી રકમ : ૩૪,૪૦,૦૦,૦૦૦

શેષ રહેલી રકમ : ૧૮,૮૦,૦૦,૦૦૦

 

રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર

કાયલ જેમિસન

૧૫,૦૦,૦૦,૦૦૦

ગ્લેન મૅક્સવેલ

૧૪,૨૫,૦૦,૦૦૦

ડૅન ક્રિસ્ટિયન

૪,૮૦,૦૦,૦૦૦

સચિન બેબી     

૨૦,૦૦,૦૦૦

રજત પાટીદાર

૨૦,૦૦,૦૦૦

સુયશ પ્રભુદેસાઈ

૨૦,૦૦,૦૦૦

કોના શ્રીકર ભરત

૨૦,૦૦,૦૦૦

મોહમ્મદ અઝહરુદ્દીન

૨૦,૦૦,૦૦૦

 હરાજી પહેલાં બાકી રહેલી રકમ : ૩૫,૪૦,૦૦,૦૦૦

ખર્ચ કરેલી રકમ : ૩૫,૦૫,૦૦,૦૦૦

શેષ રહેલી રકમ : ૩૫,૦૦,૦૦૦

 

રાજસ્થાન રૉયલ્સ

ક્રિસ્ટોફર મૉરિસ

૧૬,૨૫,૦૦,૦૦૦

શિવમ દુબે

૪,૪૦,૦૦,૦૦૦

ચેતન સાકરિયા

૧,૨૦,૦૦,૦૦૦

મુસ્તફિઝુર રેહમાન

૧,૦૦,૦૦,૦૦૦

લિઆમ લિવિંગસ્ટોન

૭૫,૦૦,૦૦૦

આકાશ સિંહ

૨૦,૦૦,૦૦૦

કે. સી. કરિઅપ્પા

૨૦,૦૦,૦૦૦

કુલદીપ યાદવ

૨૦,૦૦,૦૦૦

 હરાજી પહેલાં બાકી રહેલી રકમ : ૩૭,૮૫,૦૦,૦૦૦

ખર્ચ કરેલી રકમ : ૨૪,૨૦,૦૦,૦૦૦

શેષ રહેલી રકમ : ૧૩,૬૫,૦૦,૦૦૦

 

સનરાઇઝર્સ હૈદરાબાદ 

કેદાર જાધવ

૨,૦૦,૦૦,૦૦૦

મુજિબ ઝાદ્રન

૧,૫૦,૦૦,૦૦૦

જે. સૂચિત

૩૦,૦૦,૦૦૦

હરાજી પહેલાં બાકી રહેલી રકમ : ૧૦,૭૫,૦૦,૦૦૦

ખર્ચ કરેલી રકમ : ૩,૮૦,૦૦,૦૦૦

શેષ રહેલી રકમ : ૬,૯૫,૦૦,૦૦૦

 

મુંબઈએ ખરીદ્યો અર્જુન તેન્ડુલકરને

માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકરના દીકરા અર્જુન તેન્ડુલકરને ગઈ કાલે મુંબઈ ઇન્ડિન્સે બેઝ પ્રાઇસ ૨૦ લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. આ અર્જુનની ડેબ્યુ આઇપીએલ ટુર્નામેન્ટ બની છે.

 

કોણ છે કાઇલ જેમિસન જેના પર વિરાટની ટીમે ૧૫ કરોડનો ખર્ચ કર્યો?

કાઇલ જેમિસન હજી સુધી આઇપીએલમાં રમ્યો નથી. આ તેની પ્રથમ આઇપીએલ છે. ન્યુ ઝીલૅન્ડના ઊંચું કદ (૬ ફીટ આઠ ઇંચ) ધરાવતા ફાસ્ટ બોલર કાઇલ જેમિસન ૨૬ વર્ષનો છે. બૉલની સાથે-સાથે એટલી જ ઝડપથી બૅટ પણ ઘુમાવતો હોવાથી લોકો તેને બીજા ઍન્દ્રે રસલના નામે ઓળખે છે. ૨૬ વર્ષના આ યુવા બોલરે ૨૦૨૦માં ક્રિકેટનાં ત્રણેય ફૉર્મેટમાં ડેબ્યુ કરીને પોતાના કિવી ફૅન્સનું દિલ જીતી લીધું છે.

કાઇલ જેમિસન ટી૨૦ની ૩૮ મૅચ રમ્યો છે, જેમાંની ૨૦ની ઍવરેજથી ૫૪ વિકેટ લીધી છે. આ સાથે તેણે ૨૭ની ઍવરેજથી ૧૯૦ રન પણ બનાવ્યા છે. તેણે આંતરરાષ્ટ્રીય ટી૨૦માં વિશેષ છાપ નહોતી છોડી, પરંતુ ન્યુ ઝીલૅન્ડ વતી અત્યાર સુધી ચાર મૅચ રમ્યો છે, જેમાં ત્રણ વિકેટ લીધી છે. જોકે વિરાટ કોહલીની ટીમ હવે તેની પાસેથી વિશેષ આશા રાખે છે.

 

૭ વર્ષ બાદ પુજારાની આઇપીએલમાં વાપસી ૫૦ લાખમાં ચેન્નઈએ ખરીદ્યો

આઇપીએલ ૨૦૨૧ માટે ગઈ કાલે થયેલી પ્લેયરોની હરાજીમાં ટીમ ઇન્ડિયાની નવી દીવાલ ચેતેશ્વર પુજારાને ચેન્નઈ સુપર કિંગ્સે તેની બેઝ પ્રાઇસ ૫૦ લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. પુજારાની ખરીદી થતાં ઑક્શન રૂમમાં બેસેલા સૌકોઈએ તાળીના ગડગડાટ સાથે તેનું આઇપીએલમાં સ્વાગત કર્યું હતું. આ પહેાં તે છેલ્લે ૨૦૧૪માં કિંગ્સ ઇલેવન પંજાબ (હવે પંજાબ કિંગ્સ) માટે રમ્યો હતો. પંજાબ ઉપરાંત ૨૦૦૮ અને ૨૦૧૦માં તે કલકત્તા નાઇટ રાઇડર્સ અને ૨૦૧૧ અને ૨૦૧૩માં રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર માટે રમતો જોવા મ‍ળ્યો હતો. આઇપીએલની કુલ ૩૦ મૅચની ૨૨ ઇનિંગ્સમાં બૅટિંગ કરતાં તેણે ૨૦.૫૩ની ઍવરેજથી ૩૯૦ રન બનાવ્યા છે.

 

પ્રીતિની ટીમમાં રમશે શાહરુખ ખાન

મથાળું વાંચીને કન્ફ્યુઝ ન થતા. કેમ કે વાત બૉલીવુડના કિંગ ખાન અને કલકત્તા નાઇટ રાઇડર્સના માલિક શાહરુખ ખાનની નથી, પણ ક્રિકેટર શાહરુખ ખાનની છે. ૨૦ લાખ રૂપિયાની બેઝ પ્રાઇસ રાખનાર તામિલનાડુના આ પ્લેયરને પંજાબ કિંગ્સે ૫.૨૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. જોકે શાહરુખ ખાનને ખરીદીને પ્રીતિ ઝિન્ટા ઘણી ખુશ જોવા મ‍ળી હતી. આ શાહરુખ ખાન વળી કોણ છે એ વિશે પણ પ્રીતિને ઘણા મેસેજ આવ્યા હતા.

ક્રિકેટર શાહરુખ ખાન વિશે વાત કરતાં પ્રીતિએ કહ્યું કે ‘હું શાહરુખ ખાન (બૉલીવુડ અભિનેતા)ના દીકરા આર્યન સાથે વાત કરતી હતી. હું તેની સાથે વાત કરીને તેને આ વાત કહેવાની હતી. મને લોકો પાસેથી ઘણા મેસેજ આવ્યા કે આ શાહરુખ ખાન કોણ છે? હું આશા રાખું છું કે ગ્રાઉન્ડ પર તે પોતાની ટૅલન્ટ બતાવશે. ટીમમાં તેને ખરીદીને હું ઘણી એક્સાઇટેડ છું.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK