BCCIએ IPL માટે લેટર મોકલ્યો હોવાનું કન્ફર્મ કર્યું એમિરેટ્સ ક્રિકેટ બોર્ડે

Published: Jul 28, 2020, 12:59 IST | Agencies | Dubai

એમિરેટ્સ ક્રિકેટ બોર્ડ દ્વારા કન્ફર્મ કરવામાં આવ્યું છે કે તેમને ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા ઇન્ડિયન પ્રીમિયર લીગની ૨૦૨૦ એડિશન માટે લેટર મોકલવામાં આવ્યો છે.

આઈપીએલ
આઈપીએલ

એમિરેટ્સ ક્રિકેટ બોર્ડ દ્વારા કન્ફર્મ કરવામાં આવ્યું છે કે તેમને ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા ઇન્ડિયન પ્રીમિયર લીગની ૨૦૨૦ એડિશન માટે લેટર મોકલવામાં આવ્યો છે. કોરોના વાઇરસને કારણે આઇપીએલ ઇન્ડિયામાં રમવી મુશ્કેલ છે એથી એ હવે ૧૯ સપ્ટેમ્બરથી ૮ નવેમ્બર સુધી દુબઈમાં રમાડવામાં આવશે એવી ચર્ચા ચાલી રહી છે. આ મૅચો દુબઈ, અબુધાબી અને શારજાહમાં રમાશે. આ વિશે એમિરેટ્સ ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જનરલ મુબશ્શીર ઉસ્માનીએ કહ્યું કે ‘અમને આને માટે ઑફિશ્યલ લેટર મોકલવામાં આવ્યો છે. આને માટે અમે હવે ભારતીય સરકારની પરવાનગીની રાહ જોઈ રહ્યા છીએ અને ત્યાર બાદ અમે આખરી નિર્ણય લઈશું.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK