IPL 2020: શારજાહ ગજાવવા યુવા ખેલાડીઓ ઉત્સુક

Published: Sep 16, 2020, 16:51 IST | IANS | Sharjah

શારજાહના મૉડર્ન અવતારને જોઈને ગાંગુલી ખૂબ ખુશ થયો હતો

ગાંગુલી સાથે આઇપીએલના ચૅરમૅન બ્રિજેશ પટેલ, ભૂતપૂર્વ આઇપીએલ પ્રમુખ રાજીવ શુક્લા અને હાલના આઇપીએલના સીઓઓ હેમાંગ અમીન મોજૂદ હતા.
ગાંગુલી સાથે આઇપીએલના ચૅરમૅન બ્રિજેશ પટેલ, ભૂતપૂર્વ આઇપીએલ પ્રમુખ રાજીવ શુક્લા અને હાલના આઇપીએલના સીઓઓ હેમાંગ અમીન મોજૂદ હતા.

ભારતીય ક્રિકેટ બોર્ડનો અધ્યક્ષ સૌરવ ગાંગુલી શનિવારથી શરૂ થઈ રહેલી આઇપીએલની તેરમી સીઝનની તૈયારીને આખરી ઓપ આપવા યુએઈ પહોંચી ગયો છે અને તેણે શારજાહના ઐતિહાસિક સ્ટેડિયમની મુલાકાત લીધી હતી. શારજાહના મૉડર્ન અવતારને જોઈને ગાંગુલી ખૂબ ખુશ થયો હતો અને કહ્યું હતું કે ‘જ્યાં ભારતીય લેજન્ડ ખેલાડીઓ સુનીલ ગાવસકર અને સચિન તેન્ડુલકરે અનેક કીર્તિમાન રચ્યાં છે એવા આ શારજાહના મેદાનમાં યુવા ભારતીય ખેલાડીઓ રમવા ખૂબ ઉત્સુક છે. ગાંગુલી સાથે આઇપીએલના ચૅરમૅન બ્રિજેશ પટેલ, ભૂતપૂર્વ આઇપીએલ પ્રમુખ રાજીવ શુક્લા અને હાલના આઇપીએલના સીઓઓ હેમાંગ અમીન મોજૂદ હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK