ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)માં આજે રાજસ્થાન રૉયલ્સ (RR) અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની દુબઈ ખાતે રમાયેલી મેચમાં પહેલી બેટિંગ કરતા રાજસ્થાન રૉયલ્સે છ વિકેટે 177 રન કર્યા હતા, જેની સામે આરસીબીએ ત્રણ વિકેટે 179 રન કર્યા હતા.
રોબીન ઉથપ્પાએ 22 બોલમાં 7 ફોર અને એક સિક્સ મારીને 41 રન, સ્ટોક્સ 19 બોલમાં માત્ર 15 રન, વિકેટકીપર સેમસન ફક્ત નવ રન, કૅપ્ટન સ્ટીવ સ્મિથ 36 બોલમાં છ ફોર અને એક સિક્સ મારીને 57 રન, જોસ બટલર 24 રન અને જોફ્રા આર્ચર બે રને આઉટ થયો હતો. રાહુલ તેવતિયા 11 બોલમાં 19 રને નોટઆઉટ રહ્યો હતો.
આરસીબીમાં વોશિંગ્ટન સુંદરે ત્રણ ઓવરમાં 25 રન, ક્રિસ મોરિસ ચાર ઓવરમાં 26 રન આપીને ચાર વિકેટ, ઉદાનાએ ત્રણ ઓવરમાં 43 રન, નવદિપ સૈની ચાર ઓવરમાં 30 રન, ચહલે ચાર ઓવરમાં 34 રન આપીને બે વિકેટ અને અહમદે બે ઓવરમાં 18 રન આપ્યા હતા.
બીજી ઈનિંગમાં દેવદત્ત પડ્ડીકલે 37 બોલમાં 35 રન, ફીન્ચ 14 રન, કૅપ્ટન વિરાટ કોહલી એક ફોર અને બે સિક્સ મારીને 43 રન, એબી ડી વીલિયર્સે 22 બોલમાં એક ફોર અને છ સિક્સ મારીને 55 રન અને ગુરક્રીત સિંહ માને 17 બોલમાં 19 રન કર્યા હતા.
રાજસ્થાન રૉયલ્સના બોલર્સની વાત કરીએ તો રાહુલ તિવેતિયાએ ચાર ઓવરમાં 30 રન આપીને એક વિકેટ, શ્રેયસ ગોપાલે ચાર ઓવરમાં 32 રન આપીને એક વિકેટ, કાર્તિક ત્યાગીએ ચાર ઓવરમાં 32 રન આપીને એક વિકેટ, જયદેવ ઉનદકટે ચાર ઓવરમાં 46 રન આપ્યા હતા. જોફ્રા આર્ચરે ત્રણ ઓવર ચાર બોલમાં 38 રન આપ્યા હતા.