હૈદરાબાદ સામે રાજસ્થાનને મળશે સહારો બેન સ્ટોક્સનો?

Published: 11th October, 2020 15:30 IST | Agencies | Mumbai

હૈદરાબાદે પ્રથમ બે પરાજય બાદ શાનદાર કમબૅક કયુર઼્ં છે અને છેલ્લી ચારમાંથી ત્રણમાં જીત મેળવીને ટૉપ ફોરમાં પહોંચી ગયા છે.

હૈદરાબાદ સામે રાજસ્થાનને મળશે સહારો બેન સ્ટોક્સનો?
હૈદરાબાદ સામે રાજસ્થાનને મળશે સહારો બેન સ્ટોક્સનો?

આઇપીએલમાં આજે પહેલો મુકાબલો રાજસ્થાન રૉયલ્સ અને સનરાઇઝર્સ હૈદારબાદ વચ્ચે થવાનો છે. ચાર-ચાર પરાજયથી પરેશાન રાજસ્થાન માટે આજે ઇંગ્લૅન્ડના દમદાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સનો કદાચ સાથ મળી શકે છે. રાજસ્થાન તેના લક્કી ગ્રાઉન્ડમાં પણ નામોશી મળતા હવે ખૂબ જ પ્રેશરમાં છે. હવે વધુ પરાજય તેમને પોસાય તેમ નથી અને પ્લે-ઑફની રેસમાંથી દૂર ફેકી શકે છે. બીજી તરફ હૈદરાબાદે પ્રથમ બે પરાજય બાદ શાનદાર કમબૅક કયુર઼્ં છે અને છેલ્લી ચારમાંથી ત્રણમાં જીત મેળવીને ટૉપ ફોરમાં પહોંચી ગયા છે.

સ્ટોક્સ પર સૌ કોઈની નજર
બેન સ્ટોક્સ આજે છ દિવસનો ક્વૉરન્ટીન પિરીયડ પૂરો કરી આજે કદાચ કમબેક કરશે. રાજસ્થાનના કૅપ્ટન સ્ટીવ સ્મિથ કહે છે કે સ્ટોક્સ પ્રેક્ટિસ નથી કરી શક્યો અને મૅચ-ફિટ છે કે નહીં એ જોઈને અમે આગળ વધશું.

પ્રેશર રાજસ્થાન પર
રાજસ્થાન માટે તેનો ટોપ ઓર્ડર ફરી એકવાર ચિંતાનો વિષય બની ગયો છે. દિલ્હી સામેની મૅચમાં જોસ બટલર, સ્ટીવ સ્મિથ અને સંજુ સેમસન ફેઇલ થયા હતા પણ ટીમ માટે સારી વાત એ છે કે યુવા ઓપનર યશસ્વી જયસ્વાલ ધીમે ધીમે પોતાના ખીલી રહ્યો છે. શરૂઆતની બે મૅચમાં સ્મિથ અને સંજુએ જબરદસ્ત ફટકાબાજી કરી હતી પણ ત્યારબાદ તેમની પાસેથી કોઈ મોટી ઇનિંગ જોવા નથી મળી. બોલરો કોઈપણ વિરોધી ટીમને હંફાવી નાખવામાં સક્ષમ છે. પેસર જોફ્રા આર્ચર અને સ્પિનર રાહુલ તેવટિયા તેમજ શ્રેયસ ગોપાલ પર સૌથી વધું ભાર છે. આજની મૅચ જીતવા બોલરોએ પણ પોતાનું સારું એવું યોગદાન આપવું પડશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK