IPL 2020: વિરાટભાઈએ કહ્યું, મિયાં, રેડી હો જાઓ એ વાક્યએ મારો આત્મવિશ્વાસ વધાર્યો

Published: 23rd October, 2020 20:46 IST | PTI | Abu Dhabi

આઇપીએલમાં ઇતિહાસ રચનાર મોહમ્મદ સિરાજે કહ્યું...

સિરાજ
સિરાજ

કલકત્તા અને બૅન્ગલોરની મૅચમાં મૅન ઑફ ધ મૅચ બનેલા મોહમ્મદ સિરાજે ચાર ઓવરમાં આઠ રન આપીને ત્રણ વિકેટ લીધી હતી અને એની સાથોસાથ બે મેઇડન ઓવર નાખીને ઇતિહાસ રચી દીધો હતો. વાસ્તવમાં પહેલી ઓવર પતી ગયા બાદ વિકેટકીપર એબી ડિવિલિયર્સ સાથે ચર્ચા કરીને સિરાજને નવો બૉલ આપવામાં આવ્યો હતો જેના વડે તેણે કમાલ કરી બતાવી હતી. સિરાજના મતે વિરાટે આપેલા નવા બૉલને લીધે તેનામાં કૉન્ફિડન્સ આવી ગયો હતો. આ વિશે વાત કરતાં સિરાજે કહ્યું કે ‘અમે કશું નક્કી નહોતું કર્યું કે હું ઓપન કરીશ, પણ જેવા અમે ગ્રાઉન્ડ પર ગયા ત્યારે વિરાટભાઈએ કહ્યું કે ‘મિયાં રેડી હો જાઓ, તારે બોલિંગ કરવાની છે. તેમની આ વાતથી મારામાં કૉન્ફિડન્સ આવી ગયો. ક્રિસ મૉરિસે પહેલી ઓવરમાં બૅટ્સમેનોને બીટ કર્યા અને ત્યાર બાદ વિરાટભાઈએ ડિવિલિયર્સ સાથે વાત કરીને મને બોલિંગ આપી. શરૂઆતમાં વિકેટ જોયા બાદ મને નહોતું લાગતું કે બૉલ આટલો બધો સ્વિંગ થશે. મેં ફક્ત મારી ક્ષમતા પર ભરોસો રાખ્યો અને ગેમ એન્જૉય કરી.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK