IPL 2020: ઈરફાન પઠાણે ધોની માટે આવુ કેમ કીધું?

Published: 17th September, 2020 18:16 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

ભારતીય ક્રિકેટ ટીમનો ઑલરાઉન્ડર ઈરફાન પઠાણ હાલ મુંબઈની એક હૉટેલ રૂમમાં છે, જે કોમેન્ટ્રી કરતા પહેલા ક્વૉરન્ટીન સમયગાળો પુરો કરી રહ્યો છે

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

બે દિવસમાં ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020) શરૂ થવાની છે. તૈયારીઓ લગભગ થઈ ગઈ છે. ભારતીય ક્રિકેટ ટીમના ઑલરાઉન્ડર ઈરફાન પઠાણ (Irfan Pathan) હાલ મુંબઈની એક હૉટેલ રૂમમાં છે, જે કોમેન્ટ્રી કરતા પહેલા ક્વૉરન્ટીન સમયગાળો પુરો કરી રહ્યો છે.

આઈપીએલ 2020 માટેની સ્ટાર સ્પોર્ટ્સ કોમેન્ટ્રી ટીમના સભ્ય ઈરફાન પઠાણ અને બ્રોડકાસ્ટિંગ ટીમ અન્યના સભ્યો સ્પેશ્યલ બાયો-બબલમાં છે. ઈરફાન પઠાણે ટ્વીટરમાં એક ફોટો શૅર કરીને #beautiful#Quarantine હેશટેગ આપ્યા હતા.

ઈરફાન પઠાણે મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) માટે કહ્યું કે, જો ધોની કૅપ્ટન હતો તે પહેલા જેમ આક્રમક રીતે બેટિંગ કરતો હતો, તેવી રીતે રમશે તો બૉલર્સે તે હિસાબે તૈયારી કરવી પડશે. ચેન્નઈ સુપર કિંગ્સમાં સુરેશ રૈના (Suresh Raina) અને હરભજન સિંહ (Harbhajan Singh)ની ગેરહાજરી હોવાથી ધોની પોતાની બેટિંગ સ્ટાઈલ બદલીને વધુ આક્રમક બની શકે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK