IPL 2020: હૈદરાબાદ પ્લે-ઑફમાં સ્થાન બનાવી શકશે

Updated: 26th October, 2020 20:14 IST | PTI | Dubai

પંજાબ સામે હાથમાં આવેલી બાજી ગુમાવ્યા છતાં વૉર્નરને ઉમ્મીદ

વૉર્નર
વૉર્નર

શનિવારે હૈદરાબાદનો પંજાબ સામે ૧૨ રનથી પરાજય થયો હતો. જોકે હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વૉર્નરને હજુ પણ આશા છે કે તેમની ટીમ પ્લે ઓફમાં સ્થાન બનાવી શકશે.આ વિશે વાત કરતા વૉર્નરે કહ્યું કે ‘મને લાગે છે કે ટીમ આ કામ જરૂરથી કરી શકશે. અમારે હવે ત્રણ ગેમ બાકી છે. એક દુબઈમાં અને બે શારજાહમાં. જો અમારે ટુર્નામેન્ટ જીતવી હશે તો અમારે ટોપ થ્રી ટીમને હરાવીને આગળ વધવું પડશે. પંજાબ સામે અમારી બેટિંગ નિરાશાજનક રહી હતી. અમે બરાબર રીતે રમી ન શક્યા. મૅચની વચ્ચે અમે થોડા આત્મસંતોષી બની ગયા હતા. જો તમે તમારા વિરોધી પક્ષને જરા પણ છૂટ આપશો તો તે તમારા હાથમાંથી મૅચ છીનવીને જતા રહેશે. મારા ખ્યાલથી પંજાબને ફક્ત૧૩૦ રનની અંદર જ બાંધી રાખીને અમારા બોલરોએ કમાલ કરી હતી.’

First Published: 26th October, 2020 19:48 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK