કલકત્તા સામે હાર્યા બાદ વીરેન્દર સેહવાગનો ધોનીસેના સામે કટાક્ષ

Published: 10th October, 2020 14:30 IST | Agencies | Mumbai

કેટલાક પ્લેયર્સને ચેન્નઈ ટીમ સરકારી નોકરી જેવી લાગે છે

કલકત્તા સામે હાર્યા બાદ વીરેન્દર સેહવાગનો ધોનીસેના સામે કટાક્ષ
કલકત્તા સામે હાર્યા બાદ વીરેન્દર સેહવાગનો ધોનીસેના સામે કટાક્ષ

મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં રમી રહેલી ચેન્નઈ સુપર કિંગ્સનું પ્રદર્શન આ વખતે આઇપીએલમાં ઘણું નિરાશાજનક રહ્યું છે. ૬માંથી તેમને ૪ મૅચ ગુમાવવાનો વારો આવ્યો છે અને એમાં પણ કલકત્તા સામેની છેલ્લી મૅચમાં હાથમાં આવેલી જીતને તેઓ જાળવી શક્યા ન હતા અને ૧૦ રનથી મૅચ ગુમાવી બેઠા હતા. પરાજય બાદ વીરેન્દર સેહવાગે તેની અનોખી સ્ટાઇલમાં ચેન્નઈના બૅટ્સમેનોના ક્લાસ લીધા હતા.
કલકત્તાની મૅચનો ઉલ્લેખ કરીને સહેવાગે કહ્યું કે ‘મારા મતે ચેન્નઈ સુપર કિંગ્સના કેટલાક બૅટ્સમેન વિચારે છે કે ચેન્નઈ ટીમ એક સરકારી નોકરી જેવી છે. તમે કામ કરો કે ન કરો, તેમને ખબર છે કે સૅલેરી તો મળવાની જ છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK