IPL 2020: સહેવાગે કહ્યું, વિરાટ કોહલીને કારણે મુશ્કેલીમાં પડે છે ટીમ

Published: 5th November, 2020 14:09 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

દિલ્હી કૅપિટલ્સ વિરુદ્ધ મેચ હારી ગયા પછી પણ લાસ્ટ ફોરમાં જગ્યા મળી છે. પૂર્વ ભારતીય ઓપનર વીરેન્દ્ર સહેવાગે કહ્યું કે બૅંગલોરના કૅપ્ટન વિરાટ કોહલીને ઝડપથી રન્સ બનાવવા પડશે.

વિરાટ કોહલી
વિરાટ કોહલી

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 13મી સીઝનમાં રૉયલ ચેલેન્જર્સ બૅંગલોરની ટીમે છેલ્લી મેચ પછી પ્લેઑફમાં જગ્યા બનાવી છે. દિલ્હી કૅપિટલ્સ વિરુદ્ધ મેચ હારી ગયા પછી પણ લાસ્ટ ફોરમાં જગ્યા મળી છે. પૂર્વ ભારતીય ઓપનર વીરેન્દ્ર સહેવાગે કહ્યું કે બૅંગલોરના કૅપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)ને ઝડપથી રન્સ બનાવવા પડશે.

એક અંગ્રેજી વેબસાઇટ સાથે વાત કરતા સહેવાગે કહ્યું કે કોહલીએ પોતાની બૅટિંગની રીતમાં ફેરફાર કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે, "કોહલીને ઝડપથી પોતાની બૅટિંગની શૈલીમાં ફેરફાર કરવા પડશે. તે ઓછામાં ઓછા 20-25 બૉલ લે છે ત્યારે ઝડપથી રન્સ બનાવવાના મૂડમાં આવે છે. ત્યાર પછી તે આઉટ થઈ જાય તો તેમની ટીમ મુશ્કેલીમાં પડી જાય છે."

આગળ તેમણે કહ્યું કે, "આવું જ કંઇક દિલ્હીની ટીમ વિરુદ્ધ પણ થયું. જો તે આઉટ ન થાત તો 40 બૉલમાં 70 કે 80 રન ઓછામાં ઓછા બનાવ્યા હોત. આમ થાત તો બૅંગલોરની ટીમ દિલ્હી વિરુદ્ધ સારો સ્કોર બનાવવામાં સફળ થઈ હોત. જ્યારે તે જલ્દી આઉટ થાય છે, તો તેનો સ્ટ્રાઇક રેટ એટલો સારો નથી હોતો. આ 110 કે 120ની આસપાસ હોય છે અને ટીમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે."

વિરાટે દિલ્હી વિરુદ્ધ રમાયેલી મેચ પછી કહ્યું હતું, " અમારે બૅટિંગમાં હજી વધુ બહાદુરી બતાવવાની જરૂર છે. બૉલિંગમાં તો અમે ઘણાં સારા હતા. કદાચ અમારો પાવરપ્લે હજી વધારે સારું થઈ શક્યું હોત જે અમારી સ્ટ્રેન્ગ્થ પણ છે. જો અમે કેટલીક વસ્તુઓ સારી રીતે લાગૂ પાડી તો કજાચ અમારી મેચનું રિઝલ્ટ અમારા હકમાં આવ્યું હોત"

રૉયલ ચેલેન્જર્સ બૅંગલોરની પ્લેઇંગ ઇલેવન
દેવદત્ત પડિક્કલ, જોશ ફિલિપી, વિરાટ કોહલી (કૅપ્ટન), એબી ડિવિલિયર્સ (વિકેટકીપર), વૉશિંગ્ટન સુંદર, શિવમ દુબે, ક્રિસ મૉરિસ, ઇસુરૂ ઇડાના, મોહમ્મદ સિરાજ, યુઝવેન્દ્ર ચહલ અને શાહબાઝ નદીમ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK