IPL 2020: ફર્ગ્યુસનના ફાયરથી વિરાટના બૅન્ગલોર સામે હિસાબ ચૂકતો કરવા માગશે કલકત્તા

Published: 21st October, 2020 13:41 IST | PTI | Abu Dhabi

કલકત્તાની સરખામણીમાં બૅન્ગલોર પૉઇન્ટ-ટેબલ પર એક પોઝિશન પર છે. રાજસ્થાન સામે ડિવિલિયર્સે કરેલા ૫૨ રન ટીમને જિતાડવામાં મદદરૂપ સાબિત થયા હતા.

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં કલકત્તા નાઇટ રાઇડર્સ અને રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર આજે સામસામા થવાના છે. દિનેશ કાર્તિકના હાથમાંથી કલકત્તાની કમાન ઇંગ્લૅન્ડના ઇઓન મૉર્ગનના હાથમાં આવી છે અને હવે આ ટીમ વિરાટ કોહલીની સેના સામે ટક્કર લેવાની છે. બૅન્ગલોર અને કલકત્તા
પૉઇન્ટ-ટેબલ પર -૦.૦૯૬ અને -૦.૬૦૭ના રનરેટ સાથે ત્રીજા અને ચોથા ક્રમે છે. બૅન્ગલોર ૯માંથી ૬ મૅચ જીતી ચૂક્યું છે જ્યારે કલકત્તા છમાંથી પાંચ મૅચમાં વિજય મેળવવામાં સફળ થયું છે.
ફર્ગ્યુસન પર સૌ ફિદા
હૈદરાબાદ સામેની મૅચમાં સુપરઓવર નાખીને કલકત્તાને વિજેતા બનાવનાર લોકી ફર્ગ્યુસનના પર્ફોર્મન્સ પર સૌકોઈ ફિદા થયા હતા. તેણે સુપરઓવરમાં માત્ર બે રન આપીને બે વિકેટ ઝડપી હતી. મૅચ દરમ્યાન ૪ ઓવરમાં તેણે ૧૫ રન આપીને ત્રણ વિકેટ મેળવી હતી જેણે કલકત્તાના વિજયમાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. કલકત્તાની ટીમમાં પૅટ કમિન્સ સાથે ફર્ગ્યુસન વિરોધી ટીમને હેરાન કરી શકે છે. બૅન્ગલોર અને કલકત્તાના પાછલા મુકાબલામાં કલકત્તાએ ૮૨ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો અને એ મૅચમાં એબી ડિવિલિયર્સે ફટકારેલા નૉટઆઉટ ૭૩ રનની પારી કલકત્તા ભૂલી નહીં હોય. આજની મૅચમાં એ જોવું રસપ્રદ રહેશે કે મૉર્ગન એબી ડિવિલિયર્સ, વિરાટ કોહલી અને ઍરોન ફિન્ચ જેવા દિગ્ગજ પ્લેયર્સ સામે ફર્ગ્યુસનનો ઉપયોગ કેવી રીતે કરે છે. ખરી રીતે તો ફર્ગ્યુસન ટીમમાં આવવાથી કલકત્તાને રાહતની અનુભૂતિ થઈ છે, પણ સાથે-સાથે ઑલરાઉન્ડર આન્દ્રે રસેલનું ધીમું પ્રદર્શન ટીમ માટે ચિંતાનો વિષય બન્યો છે. છેલ્લી ૯ મૅચમાં રસેલે માત્ર ૯૨ રન બનાવ્યા છે. વળી સુનીલ નારાયણના સમાવેશથી કલકત્તાને રાહતનો શ્વાસ લેવા મળ્યો છે.
બૅન્ગલોરનો વિરાટ પર્ફોર્મન્સ
કલકત્તાની સરખામણીમાં બૅન્ગલોર પૉઇન્ટ-ટેબલ પર એક પોઝિશન પર છે. રાજસ્થાન સામે ડિવિલિયર્સે કરેલા ૫૨ રન ટીમને જિતાડવામાં મદદરૂપ સાબિત થયા હતા. વિરાટ કોહલી, ઍરોન ફિન્ચ જેવા દિગ્ગજ પ્લેયર એ માટે મોટો સ્કોર ઊભો કરવામાં ભાગ ભજવશે, જ્યારે બોલિંગ ડિપાર્ટમેન્ટમાં યુઝવેન્દ્ર ચહલ, ક્રિસ મૉરિસ ફરી એક વાર ટીમને વિજય અપાવવામાં મદદરૂપ થઈ શકે છે.

 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK